December 28, 2024

Sourav Ganguly Birthday: દાદ આપવી પડે એવી દાદાની ક્રિકેટ કરિયર, બોલર રીતસરના ફફડી ઉઠતા

Sourav Ganguly B’day: ભારતીય ક્રિકેટ ટીમ આજે જ્યાં પણ પહોંચી છે, તેમાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી પણ એટલો જ ફાળો છે. આજે સૌરવ ગાંગુલીનો જન્મદિવસ છે. ગાંગુલીએ તેની કારકિર્દીમાં ઘણી જબરદસ્ત ઇનિંગ્સ રમી હતી. સૌરવ ગાંગુલી એવા કેપ્ટન સાબિત થયા કે જેણે ભારતને જીતતા શીખવ્યું અને વિદેશી ધરતી પર પ્રભુત્વ જમાવ્યું હતું. તેણે તેમની કારકિર્દી દરમિયાન ઘણા ઉતારની સાથે ચઢાવ પણ જોયા છે. પરંતુ તેમની ખાસ વાત હતી કે તેઓએ કયારે પણ હાર માની ના હતી.

ગાંગુલીની કારકિર્દી
એ કેપ્ટન જેણે ભારતને જીતતા શીખવ્યું હતું. આ સાથે વિદેશી ધરતી પર પ્રભુત્વ જમાવ્યું હતું, ગાંગુલીની કારકિર્દી ખરેખર જોવા જઈએ તો વર્ષ 1996 માં શરૂ થઈ હતી. આ પછીના 4 વર્ષમાં જે થયું તે ગાંગુલીની કારકિર્દીમાં ખૂબ જ મહત્વપૂર્ણ હતું.આ 4 વર્ષમાં તેણે વનડેમાં સૌથી વધુ રન બનાવ્યા હતા. તેની પહેલા રન બનાવવામાં કોઈ હોય તો તે હતા સચિન તેંડુલકર. જેનું પરિણામ આવ્યું કે તે ટીમ ભારતનો આગામી કપ્તાન બન્યો હતો.

ઘણા રન બનાવ્યા
ઓગસ્ટ 1997 થી જુલાઈ 2001 સુધીના ગાંગુલીએ 6033 રન બનાવ્યા હતા. ગાંગુલીએ કુલ 41 મેચ રમી અને 1595 રન બનાવ્યા હતા. 1 ઓગસ્ટ 1998 થી 31 જુલાઈ 1999 વચ્ચે ગાંગુલીએ 51 મેચમાં 2580 રન તો 1 ઓગસ્ટ, 1999 થી 31 જુલાઈ, 2000 વચ્ચે, ગાંગુલીએ 1858 રન બનાવ્યા હતા. આ પ્રદર્શનને ધ્યાનમાં રાખીને ગાંગુલીને ટીમ ઈન્ડિયાના કેપ્ટન બનાવી દેવામાં આવ્યા હતા. આ એવો સમય શરૂ થયો હતો કે જેણે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓનો ચહેરો બદલી દીધો હતો.