Hardik Pandya Natasa Divorce: શું નતાશાએ હાર્દિક પંડ્યાથી છૂટાછેડા લઈ લીધા?
Hardik Pandya Natasa Stankovic Divorce: હાર્દિક પંડ્યાના તેની પત્ની નતાશાના છૂટાછેડાની અફવાઓ છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે. T20 વર્લ્ડ કપમાં જીત બાદ ના નતાશા હાર્દિક સાથે જોવા મળી કે ના કોઈ ફોટો જોવા મળ્યો હતો. હવે નતાશાએ એક ફોટો શેર કર્યો છે જે જોઈને ચોક્કસ તમને લાગશે કે તેઓ છૂટાછેડા તરફ ઈશારો કરી રહી છે.
છૂટાછેડાની અફવાઓ પર મૌન
હાર્દિક પંડ્યા અને નતાશા સ્ટેનકોવિચે ઘણા દિવસોથી એક સાથે કોઈ પોસ્ટ શેર કરી નથી. આ સાથે T20 વર્લ્ડ કપમાં જીત મળવા છતાં નતાશાએ આ વિશે કોઈ નિવેદન આપ્યું ના હતું. જેના કારણે આ ચર્ચાએ વધારે જોર પકડ્યું છે. હવે નતાશાએ એક વીડિયો શેર કર્યો છે. જેને જોઈને તમને લાગી શકે છે કે તેણે છૂટાછેડા લેવાનો ઈશારો કર્યો છે. તેના પુત્ર સાથે તેણે મુલાકાત લીધી હતી. જેનો વીડિયો તેણે ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા. તે ફોટા પોસ્ટ કરતી વખતે નતાશાએ કેપ્શનમાં લખ્યું, ‘જીવન માટે આભારી.’ હાર્દિક પંડ્યા અને નતાશાએ વર્ષ 2020માં લગ્ન કર્યા હતા. ખાસ વાત તો એ છે કે ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પરથી ‘પંડ્યા’ અટક હટાવી દીધી.
આ પણ વાંચો: India vs Zimbabwe T20 Series: India Teamની હારથી ફેન્સને યાદ આવ્યો આ ખેલાડી
કરી મોટી ભવિષ્યવાણી
જય શાહે ફરી એક મોટી ભવિષ્યવાણી કરી છે. આ પહેલાની ભવિષ્યવાણી સાચી પડી છે. જય શાહે કહ્યું કે ભારતીય ટીમ રોહિત શર્માની કપ્તાનીમાં આવતા વર્ષે ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ જીતશે. શાહના નિવેદનથી એ ચોક્કસ નક્કી થઈ ગયું કે રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમની કમાન સંભાળશે. જોકે રોહિતે રોહિત T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્ત થયો છે. પરંતુ તે હજુ પણ બાકીના બે ફોર્મેટમાં કેપ્ટન છે.