December 23, 2024

BCCI સેક્રેટરી Jay Shahએ ફરી કરી મોટી ભવિષ્યવાણી

Jay Shah Prediction On Team India: BCCI સેક્રેટરી જય શાહે ફરી એક મોટી ભવિષ્યવાણી કરી છે. જય શાહને વિશ્વાસ છે કે ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં આવતા વર્ષે ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઇનલ મેચમાં વિજય પ્રાપ્ત કરશે.

જય શાહની આ ભવિષ્યવાણી સાચી પડી
ફાઈનલ મેચમાં જીત સાથે જ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના સચિવ જય શાહની ભવિષ્યવાણી, સાચી સાબિત થઈ છે. કારણ કે જય શાહે પહેલેથી જ ભવિષ્યવાણી કરી હતી કે બાર્બાડોસની ધરતી પર ભારતીય ધ્વજ ટીમ ઈન્ડિયા લગાવશે, આખરે એવું જ થયું એને ટીમ ઈન્ડિયાની ભવ્ય જીત થઈ હતી. જીત મળતાની સાથે રોહિત શર્માએ પણ ખિતાબ જીત્યા બાદ મેદાન પર ભારતીય ધ્વજ લહેરાવ્યો હતો. હવે જય શાહે ફરી આગાહી કરી છે.

ભારતીય ટીમની કમાન સંભાળશે
જય શાહે ફરી એક મોટી ભવિષ્યવાણી કરી છે. આ પહેલાની ભવિષ્યવાણી સાચી પડી છે. જય શાહે કહ્યું કે ભારતીય ટીમ રોહિત શર્માની કપ્તાનીમાં આવતા વર્ષે ICC ચેમ્પિયન્સ ટ્રોફી અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની ફાઈનલ જીતશે. શાહના નિવેદનથી એ ચોક્કસ નક્કી થઈ ગયું કે રોહિત શર્મા ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારતીય ટીમની કમાન સંભાળશે. જોકે રોહિતે રોહિત T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્ત થયો છે. પરંતુ તે હજુ પણ બાકીના બે ફોર્મેટમાં કેપ્ટન છે.

આ પણ વાંચો: India vs Zimbabwe T20 Series: India Teamની હારથી ફેન્સને યાદ આવ્યો આ ખેલાડી

ઐતિહાસિક જીત માટે અભિનંદન
જય શાહે એક વીડિયોમાં સંદેશ શેર કર્યો છે. જેમાં ટીમ ઈન્ડિયાને આ ઐતિહાસિક જીત માટે ખૂબ ખૂબ અભિનંદન આપ્યા હતા. રાહુલ દ્રવિડ, કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાને જીત સમર્પિત કરી હતી. છેલ્લા એક વર્ષમાં આ અમારી ત્રીજી ફાઈનલ હતી. જૂન 2023માં અમે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં હારી ગયા હતા. શાહે કહ્યું, ‘મેં રાજકોટમાં કહ્યું હતું કે જૂન 2024માં અમે દિલ જીતીશું, કપ જીતીશું અને ભારતીય ધ્વજ પણ લહેરાવીશું અને અમારા કેપ્ટને ધ્વજ ફરકાવ્યો છે.