October 6, 2024

IND vs ZIM મેચમાં આ ખેલાડીએ રચ્યો ઈતિહાસ

IND vs ZIM: ભારતીય ટીમને ઝિમ્બાબ્વે સામેની પ્રથમ T20I મેચમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો. આ મેચ દરમિયાન એક સ્ટાર ખેલાડીએ ઝિમ્બાબ્વે માટે શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. તેને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આ મેચમાં આપવામાં આવ્યો છે. એવોર્ડ જીતીને અજાયબીઓ કરી હતી.

પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય
ઝિમ્બાબ્વે સામેની પ્રથમ T20 આંતરરાષ્ટ્રીય મેચમાં ભારતીય ટીમને 13 રને હારવાનો વારો આવ્યો હતો. શુભમન ગિલે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે આગળ જઈને ખોટો સાબિત થયો હતો. કારણ કે પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઝિમ્બાબ્વેએ 115 રન બનાવ્યા હતા પરંતુ તેના જવાબમાં ભારતીય ટીમ પૂરી 20 ઓવર પણ રમી શકી ન હતી અને 102 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. આ મેચ દરમિયાન ઝિમ્બાબ્વે માટે સિકંદર રઝા સૌથી મોટો હીરો સાબિત થયો હતો.

આ પણ વાંચો: Indian Women cricket Team: T20 એશિયા કપ માટે Indian Teamની જાહેરાત

સિકંદર રઝાનું પ્રદર્શન
સિકંદર રઝાએ ભારત સામેની પ્રથમ T20I મેચમાં જોરદાર પ્રદર્શન કર્યું હતું. તેણે પહેલા બેટિંગ કરતાની સાથે 19 બોલમાં 17 મહત્વપૂર્ણ રન બનાવ્યા હતા. આ પછી તેણે પોતાની બોલિંગની કૌશલ્ય દેખાડી અને ત્રણ વિકેટ લીધી હતી. T20I ક્રિકેટમાં સૌથી વધુ વખત પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ જીતનાર ખેલાડીઓની વાત કરવામાં આવે તો વિરાટ કોહલી- 16 વખત, સૂર્યકુમાર યાદવ – 15 વખત, સિકંદર રઝા – 15 વખત, વિરનદીપ સિંહ – 14 વખત, મોહમ્મદ નબી – 14 વખત, રોહિત શર્મા – 14 વખત જીત્યો છે.