January 6, 2025

અમદાવાદની 147મી રથયાત્રાનો ડ્રોન નજારો, લાખો લોકો ઉમટી પડ્યાં

અમદાવાદઃ ભગવાનની 147મી રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું છે. ભગવાનની એક ઝલક જોવા માટે ભક્તો વહેલી સવારથી જ રથયાત્રાના રૂટ પર પહોંચી ગયા છે.

જગતનો નાથ આજના દિવસે શહેરીજનોને સામેથી દર્શન આપવા માટે જતા હોય છે. ત્યારે ભક્તો આ લ્હાવો ચૂકવા માગતા નથી અને જગતના નાથના દર્શન માટે ઉમટી પડતા હોય છે. તો બીજી તરફ, આ વર્ષે રવિવારના દિવસે રથયાત્રા હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં લોકો ભગવાનના દર્શનાર્થે ઉમટી પડ્યા છે.

રથયાત્રાનો ડ્રોન વીડિયો સામે આવ્યો છે. જેમાં જોઈ શકાય છે કે, ખૂબ જ મોટા પ્રમાણમાં લોકો ભગવાનના દર્શનાર્થે આવી પહોંચ્યા છે. રથયાત્રામાં સૌથી આગળ ગજરાજ ચાલતા હોય છે. ત્યારબાદ વિવિધ પ્રકારના ટેબ્લોથી શણગારેલા ટ્રક જતા હોય છે. તેના પછી ભજન મંડળીઓ સહિત અખાડાઓ આવતા હોય છે. ત્યારબાદ ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને ભાઈ બળભદ્રજીનો રથ હોય છે.