January 7, 2025

અષાઢી બીજ ખેડૂતો માટે કેમ મહત્વની છે? હવામાન વિભાગે શું કરી આગાહી

Rathyatra 2024 Weather: આજે અષાઢી બીજ છે. ત્યારે ભક્તોને ખાસ આસ્થા હોય છે કે આજના દિવસે ચોક્કસ વરસાદ થાય છે. પરંતુ હવામાન વિભાગે શું આગાહી કરી છે આજના દિવસની ગુજરાતમાં અને દેશમાં આવો જાણીએ.

અષાઢી બીજના અંબર ગાજે
આજે અષાઢી બીજ છે. ત્યારે લોકોની એવી આસ્થા છે કે આજના દિવસે ભગવાન અમી છાંટણા જરૂર કરશે. ત્યારે હવામાન વિભાગની આગાહી પ્રમાણે દિલ્હીમાં દિવસભર વાદળછાયું વાતાવરણ રહેશે. યુપીના ઘણા જિલ્લાઓમાં વરસાદની ચેતવણી આપવામાં આવી છે. બિહાર, આસામ, મેઘાલય, સિક્કિમ, મહારાષ્ટ્ર અને અરુણાચલ પ્રદેશમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

ગુજરાતનું હવામાન
7 જુલાઈએ આજના દિવસે ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ રહેવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. જ્યારે કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાંક વિસ્તારોમાં વરસાદી માહોલ હળવો રહેશે. આ સાથે સુરત, નવસારી, તાપી, ડાંગ, વલસાડ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરતમાં હળવા વરસાદની આગાહી છે. અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો: LIVE: RathYatra 2024: રથયાત્રાનો શુભારંભ, જગતના નાથ નીકળ્યા નગર ચર્યાએ

અષાઢીબીજનું ખેડૂતો માટે મહત્વની
ગગન ગાજે ને મોરલા બોલે, માથે ચમકે તી વીજ,હાલો પાન્જે કછડે મે, આવે અષાઢી બીજ…કચ્છીઓ અષાઢી બીજના દિવસે નવા વર્ષની ઉજવણી કરે છે. આ ઉત્સવ તેઓ 9૦૦ કરતા પણ વધારે વર્ષોથી મનાવે છે. આજે અષાઢી બીજનો રૂડો અવસર છે. એવી માન્યતા છે કે આજના દિવસે વરસાદ ગાજે છે તો 72 દિવસ વરસાદની રાહ જોવી પડી છે. જો આજના દિવસે થોડો પણ વરસાદ થાય છે તો આ વર્ષ સારૂં થાય છે. ખેડૂતો માટે અષાઢીબીજ ખુબ મહત્વની છે.