India VS Zimbabwe: આ 2 કેપ્ટનના નેતૃત્વમાં જ ઝિમ્બાબ્વે સામે T20I મેચ હાર્યું ભારત

India vs Zimbabwe: વર્લ્ડ ચેમ્પિયન બન્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ઝિમ્બાબ્વે સામે પાંચ મેચની T20 સીરીઝ રમવાની છે. આ ટીમની કમામ ગિલને સોંપવામાં આવી છે. પહેલી વખત ટીમ ભારત કેપ્ટનશીપ કરતો જોવા મળશે. જોકે આઈપીએલ 2024 દરમિયાન ગુજરાતની ટીમની કપ્તાની કરી હતી. પરંતુ કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું ના હતું. મહત્વની વાત એ છે કે ભારતીય ટીમે ઝિમ્બાબ્વે સામે ટી20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં મોટા ભાગે સારું પ્રદર્શન જોવા મળ્યું છે. 2 વખત ભારત હાર્યું હતું તેમાં મહેન્દ્ર સિંહ ધોની અને અજિંક્ય રહાણેની કેપ્ટનશીપમાં હારનો સામનો કરવાનો વારો આવ્યો હતો.
બંને ટીમો વચ્ચે આવો રેકોર્ડ છે
ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે અત્યાર સુધીમાં કુલ 8 T20 ઈન્ટરનેશનલ મેચ રમાણી હતી. બંને ટીમો છેલ્લી વખત T20 વર્લ્ડ કપ 2022માં આમને સામને આવી હતી. જેમાં ટીમ ઈન્ડિયાની જીત થઈ હતી. વર્ષ 2015માં ઝિમ્બાબ્વેની ટીમે T20 ઈન્ટરનેશન મેચમાં ભારતને 10 રને હરાવ્યું હતું. વર્ષ 2016 માં, ભારતીય ટીમ ઝિમ્બાબ્વે પ્રવાસ પર ગઈ હતી. ઝિમ્બાબ્વેએ શ્રેણીની પ્રથમ ટી20 મેચમાં ભારતને 2 રને હરાવ્યું હતું.
આ પણ વાંચો: દીકરાને જોવા દર્દ ભૂલી માતા, રોહિતની મમ્મીએ કપાળે કર્યું ‘ચુંબનતિલક’
બંને ટીમોની ટુકડીઓ
ટીમ ઈન્ડિયાઃ રાયન પરાગ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અવેશ ખાન, ખલીલ અહેમદ, મુકેશ કુમાર, શુભમન ગિલ (કેપ્ટન), રૂતુરાજ ગાયકવાડ, અભિષેક શર્મા, રિંકુ સિંહ, ધ્રુવ જુરેલ (વિકેટ કીપર), તુષાર દેશપાંડે, સાઈ સુદર્શન, જીતેશ શર્મા (વિકેટ કીપર), હર્ષિત રાણા.
ઝિમ્બાબ્વેઃ ચતારા ટેન્ડાઈ, જોંગવે લ્યુક, કાઈઆ ઈનોસન્ટ, મેડેન્ડે ક્લાઈવ, મધેવેરે વેસ્લી, એલેક્ઝાન્ડર રઝા (કેપ્ટન), અકરમ ફરાઝ, બેનેટ બ્રાયન, કેમ્પબેલ જોનાથન, મારુમણી તદિવનાશે, મસાકાડઝા વેલિંગ્ટન, માવુથા બ્રાન્ડન, મુઝારાબાની આશીર્વાદ, માયક, નૌકા, માયક, ડે. નાગરવા રિચાર્ડ, શુમ્બા મિલ્ટન.