December 28, 2024

T20 World Cup 2026 માટે 12 ટીમોના સ્થાનોની પુષ્ટિ, 8 જગ્યાઓ માટે આ રીતે મળશે એન્ટ્રી

T20 World Cup 2026: T20 વર્લ્ડ કપ 2026નું આયોજન ભારત અને શ્રીલંકાની ધરતી પર થવાનું છે. અત્યાર સુધીમાં કુલ 12 ટીમોએ T20 વર્લ્ડ કપ 2026માં પોતાનું સ્થાન નક્કી કરી લીધું છે. T20 વર્લ્ડ કપ 2024 ખુબ ખાસ રહ્યો છે. 17 વર્ષની લાંબી રાહનો અંત આવ્યો છે. હવે તમામ ક્રિકેટ ચાહકોની નજર 20 વર્લ્ડ કપ 2026 પર છે. કારણ કે તેની યજમાની ભારત અને શ્રીલંકા કરશે. ભારત અને શ્રીલંકા બંનેમાં ક્રિકેટ ખૂબ જ લોકપ્રિય છે. બંને ટીમોએ T20 વર્લ્ડ કપનો ખિતાબ પણ જીત્યો છે.

જગ્યા બનાવી લીધી
T20 વર્લ્ડ કપ 2026માં 20 ટીમ ભાગ લેવાની છે. ભારત અને શ્રીલંકા પહેલાથી જ T20 વર્લ્ડ કપ 2026 માટે ક્વોલિફાય થઈ ચૂક્યા છે. અમેરિકા, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, અને બાંગ્લાદેશની ટીમો સામેલ છે. આ રીતે 9 ટીમોએ પોતાની જગ્યા બનાવી લીધી છે. પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડનું T20 વર્લ્ડ કપ 2024માં ખરાબ પ્રદર્શન જોવા મળ્યું હતું. પરંતુ સારી વાત એ છે કે પરંતુ રેન્કિંગના કારણે આ ટીમોને T20 વર્લ્ડ કપ 2026 માટે સીધી એન્ટ્રી મળી છે. T20 વર્લ્ડ કપ 2026 માટે અત્યાર સુધી ક્વોલિફાય થયેલી 12 ટીમોની વાત કરવામાં આવે તો ભારત, શ્રીલંકા, અમેરિકા, દક્ષિણ આફ્રિકા, અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ, વેસ્ટ ઈન્ડિઝ, ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, પાકિસ્તાન, ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડની ટીમ આવે છે.

આ પણ વાંચો: શું Virat Kohli અને Anushka Sharma કાયમ માટે લંડન શિફ્ટ થશે?

એશિયા ક્ષેત્રમાંથી સ્થાન મેળવ્યું
T20 વર્લ્ડ કપ 2026માં હજુ 8 સ્પોટ બાકી છે. જેના માટે T20 વર્લ્ડ કપમાં જગ્યા બનાવવા માટે પ્રાદેશિક ક્વોલિફાયર રમશે. યુરોપ, આફ્રિકા, એશિયા અને યુરોપ ક્ષેત્રની બે-બે ટીમો ક્વોલિફાય થશે. જ્યારે અમેરિકા અને એશિયા પેસિફિક ક્ષેત્રની એક-એક ટીમ ક્વોલિફાય થશે. ગયા વર્ષના નેપાળ અને ઓમાનએ એશિયા ક્ષેત્રમાંથી સ્થાન મેળવ્યું હતું. આ વખતની વાત કરવામાં આવે તો બંને ટીમ પ્રબળ દાવેદાર જોવા મળી રહી છે.