December 24, 2024

‘રાષ્ટ્રપતિની રેસમાંથી હવે ભગવાન જ હટાવી શકે’, બાઈડેને આપ્યા સંકેત

US Presidential Election: અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને સ્વીકાર કર્યો છે કે ટીવી ડિબેટ પહેલા તેમની રાત ખૂબ જ ખરાબ વીતી હતી. તેઓ થાકેલા હતા અને બીમાર હતા. રાષ્ટ્રપતિની રેસમાં તેઓ પોતાના હરીફ ડોનાલ્ડ ટ્રમ્પની પાછળ રહી ગયા હતા. તેમની ઘણી બધી વાતોની ટ્રમ્પ મજાક ઉડાવતા જોવા મળ્યા હતા. એટલે સુધી કે ટ્રમ્પએ કહ્યું હતું કે બાઈડેન શું બોલી રહ્યા છે તેનું તેમને ખુદને ભાન નથી.’

ટીવી ડિબેટ પછી પાર્ટીમાં તેમને રિપ્લેસ કરવાની માંગ ઉઠવા લાગી હતી. હવે તેમણે પોતાનો પક્ષ રજૂ કર્યો છે. 81 વર્ષીય અમેરિકન રાષ્ટ્રપતિ જો બાઈડેને કહ્યું છે કે 5 નવેમ્બરની ચૂંટણીમાં જીતની રેસ માંથી હવે માત્ર ભગવાન જ તેમને બહાર કરી શકે છે. બાઈડેને આ વાત એક ટીવી ઇન્ટરવ્યૂમાં કહી છે.

રાષ્ટ્રપતિ પદની રેસમાંથી બહાર થવાની અપીલ
ગત સપ્તાહે 27 જૂનના રોજ ટ્રમ્પ સાથે ડિબેટમાં બાઈડેનનું પ્રદર્શન કઈ ખાસ સારું નહોતું રહ્યું. પરિણામ એ આવ્યું કે તેમની પાર્ટીના નેતાઓ જ તેમને પીછેહઠ કરવાની અપીલ કરવા લાગ્યા. જેમ કે, પાર્ટીના નેતાઓની અપીલ હતી કે રાષ્ટ્રપતિની રેસમાંથી બાઈડેને પોતાનું નામ પાછું લઈ લેવું જોઈએ અને તેમની જગ્યાએ પાર્ટી માંથી અન્ય નેતાને ઉમેદવારી સોંપી દેવી જોઈએ.

બાઈડેને ટીવી ડિબેટને લઈને કરી ચોખવટ
જોકે, બાઈડેને કહ્યું, ‘આ એક ખરાબ એપિસોડ હતો. કોઈ ગંભીર સ્થિતિ નહોતી. હું થાકેલો હતો.’ તેમણે ઇન્ટરવ્યૂમાં કહ્યું કે તેમની પાર્ટીના ટોચના નેતાઓએ તેમને રેસમાં ચાલુ રહેવા માટે જણાવ્યું છે.

જો બાઈડેને વધુમાં કહ્યું, ‘હું બીમાર હતો. સારું નહોતું લાગી રહ્યું. ડોક્ટર પણ મારી સાથે જ હતા. બાઈડેને કહ્યું કે તેમણે ડોક્ટર્સ સાથે વાત કરીને કોવિડ ટેસ્ટ પણ કરાવ્યો. પરંતુ, તેમને કોરોના નથી નઠો. તેમને સામાન્ય શરદી હતી અને તેઓ તેનાથી જ પરેશાન હતા.’

ભગવાન જ રેસ માંથી બહાર કરી શકશે: બાઈડેન
જો બાઈડેને કહ્યું કે ડેમોક્રેટિક પાર્ટીના કોઈપણ મોટા નેતાએ તેમને રેસમાંથી ખસી જવા માટે કહ્યું નથી. તેણે બહાર પૂર્વક જણાવ્યું છે કે જો “ઈશ્વર સર્વશક્તિમાન” તેમણે આવું કરવા કહેશે તો જ તેઓ રેસમાંથી બહાર થશે. બાઈડેને વધુમાં કહ્યું, “જો સર્વશક્તિમાન ભગવાન નીચે આવ્યા અને કહે કે ‘જો, રેસમાંથી બહાર નીકળી જા,’ તો હું રેસમાંથી બહાર થઈ જઈશ. ભગવાન નીચે આવતા નથી.” જો કે, રાષ્ટ્રપતિ બાઈડેન તેમની માનસિક તંદુરસ્તી પર પૂછવામાં આવેલા પ્રશ્નને ટાળવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા.