January 28, 2025

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 131 તાલુકામાં મેઘો વરસ્યો, ઉમરપાડા તાલુકામાં પોણા 5 ઈંચ વરસાદ

ગાંધીનગર: છેલ્લા 24 કલાકમાં રાજ્યના 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં પોણા 5 ઈંચ વરસાદ નોંધાયો છે. જેના કારણે અહીં રોડ રસ્તા પર પાણીના ઝરણા વહેતા થયા હતા. ત્યાં જ ઉમરપાડામાં ધોધમાર વરસાદના પગલે વાહનચાલકો મુશ્કેલીમાં મૂકાયા હતા.

રાજ્યના 131 તાલુકામાં વરસાદ નોંધાયો છે જેમાં 47 તાલુકામાં 1 ઈંચ કે 1 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે. જોકે 84 તાલુકામાં 1 ઈંચથી ઓછો વરસાદ નોંધાયો છે. જો સૌથી વધુ વરસાદની વાત કરીએ તો સૌથી વધુ ઉમરપાડા તાલુકામાં પોણા 5 ઈંચ વરસાદ, વાંસદા તાલુકામાં સાડા 4 ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડા તાલુકામાં સાડા 4 ઈંચ વરસાદ ખાબક્યો છે. ખેરગામ તાલુકામાં સવા 4 ઈંચ ઈંચ વરસાદ નોંધાયો છે. પારડી અને કામરેજ તાલુકામાં 4 ઈંચ વરસાદ નોંધાયો છે. વલ્લભીપુર તાલુકામાં પોણા 4 ઈંચ વરસાદ નોંધાયો છે. ડેડિયાપાડા તાલુકામાં સાડા 3 ઈંચ વરસાદ નોંધાયો છે. ડોલવણ અને તિલકવાડા તાલુકામાં સવા 3 ઈંચ વરસાદ છે. ઉમરાલા તાલુકામાં 3 ઈંચ વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો: ‘હું આ ઘટનાથી દુખી છું, ગુનેગારોને છોડવામાં નહીં આવે…’, ભોલે બાબાનું પહેલું નિવેદન આવ્યું સામે

ત્યાં જ ધરમપુર, બારડોલી અને ચીખલી તાલુકામાં પોણા 3 ઈંચ વરસાદ નોંધાયો છે. મહુવા, વઘઈ, વાલોદ, વ્યારા, નવસારી તાલુકામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો છે. સુરત શહેર, માંગરોળ, નેત્રંગ અને સોનગઢ તાલુકામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. જલાલપોર તાલુકામાં 2 ઈંચ વરસાદ નોંધાયો છે. વાપી, ભાવનગર, ગણદેવી તાલુકામાં પોણા 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. ઓલપાડ, સાગબારા તાલુકામાં પોણા 2 ઈંચ વરસાદ નોંધાયો છે.

ઉલ્લેખનિય છે કે, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની હવામાન ખાતાની આગાહી સાચી પડી સમગ્ર જિલ્લામાં ભારે વરસાદ વરસતા નદી, નાળા, ચેકડેમ ઉભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જયારે રહેણાંક વિસ્તારમાં વરસાદી કાસનું પાણી ફરી વળતા તડકેસ્વર ગામના પોલ્ટી ફાર્મ વિસ્તારના લોકો પરેશાન થઈ ગયા છે. રસ્તા પર પાણી ફરી વળતા સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે.