December 18, 2024

નોઇડાના લોજીકસ મોલમાં લાગી ભીષણ આગ, ખાલી કરાવાઈ બિલ્ડિંગ

નોઇડા: દિલ્હી પાસે આવેલા નોઇડાના લોજીકસ મોલમાં આજે શુક્રવારે ભીષણ આગ લાગવાના સમાચાર મળી રહ્યા છે. કહેવાઈ રહ્યું છે કે મોલના એક કપડાંના શોરૂમમાં આગ લાગી છે. આગ એટલી ભીષણ હતી કે જોત જોતમાં તો આખો મોલ ધુમાડાથી ભરાઈ ગયો હતો.

મળતી માહિતી મુજબ, નોઇડાના સેક્ટર 24 પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ લોજીકસ મોલમાં આગ લાગી છે. આગ લાગવાની માહિતી મળતાની સાથે જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. ફાયર્ન જવાનોએ મોલ ખાલી કરાવી દીધો છે. હજુ સુધી આગને કારણે કોઈ જાનમાલના નુકસાનની માહિતી નથી મળી.

સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આગના વીડિયોમાં જોઈ શકાય છે કે મલ્ટિસ્ટોરી મોલની બિલ્ડિંગમાંથી મોટા પ્રમાણમાં ધુમાડો નીકળી રહ્યો છે. આગ લાગવાનું કારણ હજુ સુધી જાણી શકાયું નથી.