January 6, 2025

Kiaની Seltos ડીઝલ વેરિઅન્ટમાં થઈ લોન્ચ

કિયા ઈન્ડિયાએ તેની હોટ ફેવરિટ કાર સેલ્ટોસમાં નવું વેરિઅન્ટ લોન્ચ કર્યું છે. હવે તમને માત્ર 12 લાખમાં કિયાની સેલ્ટોસમાં ડીઝલ વર્ઝન મળી જશે. નવા મેન્યુઅલ ડીઝલ વેરિઅન્ટવાળી SUVને 6 સ્પીડમાં ટ્રાન્સમિશન ઓપ્શન આપવામાં આવ્યું છે. કાર નિર્માતા કિયા ઈન્ડિયાએ નવી સેલ્ટોસ ફેસલિફ્ટમાં મેન્યુઅલ ડીઞલ વેરિઅન્ટને 5 નવા ટ્રિમ્સમાં બહાર પાડી છે. જેમાં HTE, HTK, HTK+, HTX, HTX+ છે. જે તમને 11.99 લાખ રૂપિયાથી લઈને 18.27 લાખ રૂપિયા (એક્સ-શોરૂમ)માં મળે છે.કિયાએ સેલ્ટોસની ફેલસિફ્ટ મોડલને જૂલાઈ 2023માં લોન્ચ કરી હતી. જે લોકોને ખુબ જ પસંદ આવી હતી. આથી 6 મહિનાની અંદર જ કંપનીએ સેલ્ટોસની ડીઝલ એન્જીન વેરિએન્યમાં લોન્ચ કરી છે. જે ઈન્ટેલિજેન્ટ મેન્યુઅલ ટ્રાન્સમિશ ગિટરબોક્સની સાથે આવે છે. કંપનીએ તેને 6 સ્પીડ મેન્યુઅલ ટ્રાંસમિશનમાં પણ જોડી દીધું છે.નવા ટ્રિમ્સથી જોડાતા હવે કિયા સેલ્ટોસમાં કુલ 24 વેરિઅન્ટમાં વિકલ્પો આપવામાં આવ્યા છે. જે સીધી હ્યુડાઈની ક્રેટા ફેસલિફ્ટની સામે ટક્કરમાં છે. કિયા સેલ્ટોસના ડીઝલ મેન્યુઅલની કિંમતની વાત કરીએ તો આ કારનું HTE વેરિયન્ટ તમને 11,99,900માં પડશે, HTK વેરિયન્ટ 13,59,900માં અને HTK+ વેરિયન્ટ 14,99,900માં પડે છે. આ ઉપરાંત HTXની કિંમત 16,67,900 અને HTX+ની 18,27,900 રહેશે. ફિચર્સ

સેલ્ટોસમાં 32 સેફ્ટી ફિચર્સ આપવામાં આવ્યા છે. આ ઉપરાંત લેવલ-2 ADAS ટેકનીકથી સજ્જ છે. જેમાં 17 ફિચર્સ આપવામાં આવ્યા છે. તે ત્રણ રડાર(1 ફ્રંટ અને 2 કોર્નર રિયર) અને એક ફ્રંટ કેમેરાથી સજ્જ છે. સ્ટેન્ડર્ડ રીતે તેમાં 360 ડિગ્રી કેમેરા, 6 એગબેગ અને ડ્યુઅલ-જોન ક્લાઈમેટ કંટ્રોલની સુવિધા પણ આપવામાં આવી છે. આ ઉપરાંત એસયુવીના સ્ટેન્ડર્ડ વેરિઅન્ટમાં 15 ફિચર્સ અને તેના હાયર વેરિઅન્ટમાં 17 એડવાન્સ સેફ્ટી ફિચર્સ પણ આપવામાં આવ્યા છે. આ SUVમાં તમને 26.04cm નું ફુલ ડિજિટલ ઈન્ટ્રૂમેન્ટ ક્લસ્ટર, ડ્યુલ-સ્ક્રીન પૈનોરમિક ડિસ્પ્લે અને નેવિગેશનની સાથે 26.03cmનું HD ટચ સક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ આપવામાં આવી છે. કિયાના નવા વેરિયન્ટમાં 1.5 લિટર, 4 સિલિન્ડર એન્જીનની સાથે બજારમાં ઉતારવામાં આવી છે. જે 115PSના પાવર જનરેટ કરવાની સક્ષમ છે. ભારતીય બજારમાં 2019માં સેલ્ટોલને પહેલી વખત લોન્ચ કરવામાં આવી હતી. એ બાદથી કંપની સમગ્ર ભારતમાં ખુબ જ પોપ્યુલર થઈ ગઈ હતી. એક મિડલ સાઈડ SUVને ગ્રાહકો તરફથી ખુબ જ પ્રેમ મળ્યો છે. જે બાદ આજે તેના ઘણા વેરિયન્ટ બજારમાં ઉપલબ્ધ છે.