December 29, 2024

Jasprit Bumrahએ નિવૃત્તિને લઈને કહી આ મોટી વાત

Jasprit Bumrah Indian Team: T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી અને રવિન્દ્ર જાડેજાએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ લઈ લીધી છે. આ વચ્ચે જસપ્રીત બુમરાહે પણ નિવૃત્તિ અંગે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરી દીધું છે.

ટ્રોફી જીતવાની ઉજવણી
જસપ્રિત બુમરાહની ગણતરી વિશ્વના શ્રેષ્ઠ બોલરોમાં કરવામાં આવે છે. ટીમ ઈન્ડિયાએ ઘણી મેચ તેના દમ પર જીતી છે. તે ટી20 વર્લ્ડ કપ 2024માં ટીમ ઈન્ડિયા માટે સૌથી મોટો મેચ વિનર સાબિત થયો હતો. તેના વખાણ વિરાટ અને રોહિતે પણ કર્યા હતા. ભારત પરત ફર્યા બાદ ભારતીય ખેલાડીઓએ વિજય પરેડમાં પણ ભાગ લીધો હતો. ખેલાડીઓએ વાનખેડે સ્ટેડિયમમાં ચાહકો સાથે ટ્રોફી જીતવાની ઉજવણી કરી હતી.

આ પણ વાંચો: ‘Maa tujhe salam’ હાર્દિક-વિરાટનો વીડિયો વાયરલ

જસપ્રીત બુમરાહે શું કહ્યું
નિવૃત્તિ લઈને જસપ્રિત બુમરાહે કહ્યું કે તે હજુ દૂર છે મે હજુ હમણા શરૂઆત કરી છે. તે સમય હજુ ઘણો દુર છે. આ મેદાન ખૂબ ખાસ હોય છે. જ્યારે હું નાનો હતો ત્યારે અહિં આવ્યો હતો. ખેલાડીઓની આંખમાં આંસુ જોવા મળી રહ્યા હતા. જસપ્રીત બુમરાહે T20 વર્લ્ડ કપ 2024માં શાનદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. બુમરાહને તેના શાનદાર પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટનો એવોર્ડ મળ્યો હતો. T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતતાની સાથે 3 ખેલાડીઓએ નિવૃત્તિની જાહેરાત કરી હતી. જેમાં વિરાટ કોહલી, રોહિત શર્મા અને રવિન્દ્ર જાડેજા છે. રાહુલનો પણ કાર્યકાળ પૂર્ણ થઈ ગયો છે.