December 23, 2024

Team Indiaની ઉજવણીમાં મફતમાં એન્ટ્રી લેવી હોય તો બસ કરો આ કામ

Team India Victory Parade at Mumbai: ભારતીય ક્રિકેટ ટીમ ભારત આવી ગઈ છે. મોદીને મળ્યા બાદ ટીમ ઈન્ડિયા મુંબઈ જવા રવાના થસે. જ્યાં જીતની ઉજવણી કરવામાં આવશે. 17 વર્ષ પછી ટીમ ભારતે T20 વર્લ્ડ કપનો ખિતાબ જીત્યો છે. જેના કારણે ખેલાડીઓની સાથે ભારતીય ક્રિકેટ ચાહકોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. આજે સાંજે મુંબઈમાં પરેડ કાઢવામાં આવશે. જેના માટે ખાસ બસને તૈયાર કરવામાં આવી છે. આ ઉજવણીમાં તમે પણ સામેલ થઈ શકો છો. જેમાં તમને મફતમાં એન્ટ્રી મળી જશે. પરંતુ આ માટે તમારે સમયનું ધ્યાન રાખવું પડશે.

મુંબઈમાં વિજય પરેડ
ભારતીય ટીમની વિજય પરેડ સાંજે 5 વાગ્યે શરૂ થશે. આ માટે ખાસ તૈયારીઓ કરી દેવામાં આવી છે. તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. આ પરેડ એનસીપીએથી વાનખેડે સ્ટેડિયમ સુધી વિજય પરેડ કાઢવામાં આવશે. જેનું અંતર દોઢથી બે કિલોમીટર જેટલું છે. આ પરેડ ખુબ ધીમે ધીમે ચાલશે. જેના કારણે 1 કલાકથી વધારે સમય લાગી શકે છે. જેના કારણે તમે આરામથી તેને જોઈ શકશો.

વાનખેડે સ્ટેડિયમમાં ફ્રી એન્ટ્રી
આ ઉજવણી માટે કોઈ ટિકિટ નહીં હોય તેને તમે મફતમાં જઈને પણ માણી શકો છો. મુંબઈ ક્રિકેટ એસોસિએશન દ્વારા આની જાહેરાત કરવામાં આવી છે. તમારે ધ્યાનમાં રાખવું પડશે કે તમારે સાંજે 6 વાગ્યા પહેલા સ્ટેડિયમમાં પ્રવેશ કરવો પડશે. જો તમે 6 વાગ્યા પછી જશો તો દરવાજા બંધ થઈ જશે. વાનખેડે સ્ટેડિયમની ક્ષમતા 50 હજાર છે. ઉજવણીને ધ્યાનમાં રાખીને અંદાજ છે કે આજે આ સ્ટેડિયમ ખીચોખીચ ભરાઈ જશે. દિલ્હીથી લઈને મુંબઈ સુધી આજે ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે.