November 24, 2024

Dandruff In Monsoon: વરસાદના પાણીના કારણે ખોડો જતો નથી? બસ આ કરો

Dandruff in monsoon: ડેન્ડ્રફ એક સામાન્ય સમસ્યા છે. ડેન્ડ્રફના કારણે ચોમાસાની સિઝન આવતાની સાથે વાળ ખરવાની સમસ્યા વધવા લાગે છે. તેનું કારણ એ છે કે ચોમાસાની સિઝનમાં ખોડો ખુબ થાય છે. જેના કારણે વાળને લગતી સમસ્યા વધતી જાય છે. ખોડાને દુર કરવા માટે તમે બહારની કોઈ પ્રોડક્ટ લેવાની જરૂર નથી. તમે આ 3 સામગ્રીનો ઉપયોગ કરીને ખોડાને દુર કરી શકો છો.

લીમડો
લીમડો એક એવી જડીબુટ્ટી છે જે ત્વચાથી લઈને વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે. લીમડાથી તમે તમારા વાળની સમસ્યાને દુર કરી શકો છો. વાળ ખરવાથી લઈને ડેન્ડ્રફથી તમે છૂટકારો લીમડો લગાવીને મેળવી શકો છો. લીમડાના પાંદડાને ઉકાળીને તમે તેના પાણીથી વાળને ધોઈ શકો છો. અઠવાડિયામાં આવું 4 વખત કરવાથી તમારી સમસ્યા ચોક્કસ દુર થશે.

બાહેડાનો ઉપયોગ કરો
જો ડેન્ડ્રફની સમસ્યા તમને વધી રહી છે તો તમે બહેડાનો ઉપયોગ કરી શકો છે. તે તમારા વાળ માટે ખુબ ફાયદાકારક સાબિત થઈ શકે છે. તમને જણાવી દઈએ કે ડેન્ડ્રફને મૂળમાંથી દૂર કરવા માટે બાહેડા બેસ્ટ છે.

આ પણ વાંચો: Curry Leaves Benefits: ચમકતી ત્વચા-સ્વસ્થ વાળ સાથે આ છે મીઠા લીમડાનાં ફાયદા

મેથીનો ઉપયોગ કરો
મેથી માત્ર ડાયાબિટીસની સાથે વાળની સમસ્યાને દુર કરવા માટે પણ ફાયદાકારક છે. વાળમાં ડેન્ડ્રફ કે અન્ય કોઈ સમસ્યા હોય તો તમે મેથીનો ઉપયોગ કરી શકો છો. મેથીની પેસ્ટ બનાવીને અઠવાડિયમાં 3થી4 વાર નાંખો.