December 23, 2024

વર્લ્ડ કપ ટ્રોફી સાથે Rohit Sharmaની મસ્તી, BCCI એ શેર કર્યો મસ્ત VIDEO

T20 World Cup 2024: T20 વર્લ્ડ કપ 2024 ટ્રોફી જીત્યા બાદ ટીમ ઈન્ડિયા આજે સવારે ભારત પહોંચી છે. આ વચ્ચે બીસીસીઆઈએ ફ્લાઈટની અંદરનો એક વીડિયો શેર કર્યો છે. જેમાં તમામ ખેલાડીઓ ટ્રોફી સાથે મસ્તી કરતા જોવા મળે છે.

મસ્તી કરતા જોવા મળ્યા ખેલાડીઓ
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડીઓ આખરે T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીતીને 4 જુલાઈની આજે સવારે ભારત પહોંચી છે. આ સમયે BCCIએ સોશિયલ મીડિયા એક વીડિયો શેર કર્યો છે. જેમાં તમામ ખેલાડીઓ ટ્રોફી સાથે મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. વાતાવરણ ખરાબ હોવાના કારણે ટીમ ઈન્ડિયા ત્યાં જ ફસાઈ ગઈ હતી. ભારતીય ટીમ ત્યાંથી 3 જુલાઈએ એર ઈન્ડિયાના સ્પેશિયલ ફ્લાઈટથી પરત ફરી હતી.

આ પણ વાંચો: MS Dhoni Sakshi Marriage Anniversary: ધોનીની લવ સ્ટોરીનું આ તથ્ય નથી ફિલ્મમાં

સખત મહેનત કરી છે
બાર્બાડોસથી દિલ્હીની સ્પેશિયલ ફ્લાઈટમાં રહેલા ખેલાડીનો એક વીડિયો શેર કર્યો હતો. વીડિયોમાં જોવા મળી રહ્યું હતું કે મોહમ્મદ સિરાજે ટ્રોફી હાથમાં લેતા કહ્યું કે આ એક સંપૂર્ણપણે અલગ પ્રકારની લાગણી છે. હું મારી જાતને ખૂબ જ ભાગ્યશાળી માનું છું કે આજે હું આ 15 ખેલાડીઓમાંનો ટીમનો ભાગ છું. આ સમયે યુઝવેન્દ્ર ચહલે કહેતો જોવા મળે છે કે આ લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરી શકતા નથી. હું મારી જાતને નસીબદાર માનું છું. આ વીડિયો દરમિયાન ફ્લાઇટની અંદર કેપ્ટન રોહિત શર્માની મસ્તી કરતો જોવા મળે છે. જસપ્રિત બુમરાહ તેના પુત્ર અંગદ સાથે ટ્રોફી સાથે જોવા મળે છે. અર્શદીપ સિંહ પણ તેના પરિવાર સાથે ફ્લાઇટમાં જોવા મળ્યો હતો.