December 23, 2024

T20 વર્લ્ડ કપ ચેમ્પિયન ટીમ ઈન્ડિયાનું આજનું સંપૂર્ણ શિડ્યૂલ

Team India Schedule: T20 વર્લ્ડ કપ 2024ની ટ્રોફી જીત્યા બાદ ભારતીય ક્રિકેટ ટીમ આજે સવારે સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા દિલ્હી એરપોર્ટ પહોંચી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ એરપોર્ટની બહાર નીકળતી વખતે પોતાના હાથમાં ટ્રોફી જોવા મળી રહી હતી. તમામ ખેલાડીઓ ટીમની બસમાં સવાર થઈને હોટલ પહોંચ્યા છે. ટીમ ઈન્ડિયા આજે સવારે 11 વાગ્યે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળશે.

આજનું ટીમ ઈન્ડિયાનું શેડ્યુલ

સવારે 9:00 ITC મૌર્યથી PM આવાસ તરફ રવાના
સવારે 10 થી 12: પીએમ નિવાસ સ્થાને સમારોહ
બપોરે 12: ITC મૌર્ય માટે પ્રસ્થાન
બપોરે 12: ITC મૌર્યથી દિલ્હી એરપોર્ટ માટે પ્રસ્થાન.
બપોરે 2 વાગ્યે: ​​મુંબઈ માટે પ્રસ્થાન
સાંજે 4 વાગ્યે: ​​મુંબઈ એરપોર્ટ પર આગમન
સાંજે 5 વાગ્યે: ​​વાનખેડે સ્ટેડિયમમાં આગમન
સાંજે 5 થી 7: ઓપન બસ પરેડ
સાંજે 7 થી 7:30: વાનખેડે સ્ટેડિયમ ખાતે સમારોહ
સાંજે 7:30: હોટેલ તાજ માટે પ્રસ્થાન

ખેલાડીઓ હોટલ પહોંચ્યા
T20 વર્લ્ડ કપ 2024 જીત્યા બાદ ભારતીય ટીમ આજે સવારે સ્પેશિયલ ફ્લાઈટ દ્વારા દિલ્હી એરપોર્ટ પર પહોંચ્યા છે. ટીમ ભારત દિલ્હીની ITC મૌર્ય હોટલ પહોંચી છે. કેપ્ટન રોહિત શર્મા T20 વર્લ્ડ કપની ટ્રોફી હાથમાં લઈને બહાર આવ્યો હતો. તમને જણાવી રોહિત અને વિરાટએ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી. ભારતીય ટીમને દિલ્હીની આઈટીસી મૌર્ય હોટલમાં રખાય છે. ટીમ ઈન્ડિયા માટે જર્સીના રંગની કેક તૈયાર કરવામાં આવી છે.

આ પણ વાંચો: Virat Kohliનું ફેવરીટ શિરામણ ખાધું ટીમ ઈન્ડિયાએ

કોહલીનું ફેવરીટ શિરામણ
T-20 વર્લ્ડ કપ જીતીને ગુરુવારે ભારત પરત ફરેલી ટીમ ઈન્ડિયાનું દિલ્હી એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરાયું હતું. ત્યારબાદ ટીમ ઈન્ડિયા બ્રિગેડ આઈટીસી મૌર્ય હોટેલ પહોંચી હતી. અહિંયા ખાસ નાસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. આ નાસ્તામાં છોલે ભટુરે, લસ્સી અને તેમની પસંદગીનો નાસ્તો તૈયાર કરવામાં આવ્યા હતો. આ હોટલમાં થોડો સમય ટીમ આરામ કરશે. આઈટીસી મૌર્ય હોટલમાં ટીમ ઈન્ડિયા માટે ખાસ નાસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. ખેલાડીઓની પસંદગીને ધ્યાનમાં રાખીને નાસ્તો તૈયાર કરવામાં આવ્યો છે. ટીમ ઈન્ડિયા માટે ખાસ ચોકલેટ તૈયાર કરવામાં આવી છે.