વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી, અત્યાર સુધીમાં સૌથી વધુ કડીમાં 5.5 ઇંચ વરસાદ
Heavy Rain Update: રાજ્યમાં વરસાદને લઈ હવામાન વિભાગની આગાહી કરી છે. હવામાન વિભાગે રાજ્યમાં 6 જિલ્લા અને 2 કેન્દ્રસાશિત પ્રદેશમાં વરસાદની આગાહી કરી છે. જેમા વડોદરા, પંચમહાલ , છોટાઉદેપુર જિલ્લમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય સુરત, નવસારી, વલસાડ , દમણ અને દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ વરસ્યો છે. તો 15 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે. સૌથી વધુ મહેસાણાના કડીમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે.
મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લામાં ભારે વરસાદથી પાણી ભરાયા છે. હિંમતનગરમાંથી પસાર થતાં નેશનલ હાઇવે પર ભરાયા પાણી છે. આ સિવાય અમદાવાદ ઉદેયપુર નેશનલ હાઇવે પર ભરાયા પાણી હોવાનું સામે આવ્યું છે. જેના કારણે સહરાકીજીન ચાર રસ્તા પર પાણી ભરાતા વાહનચાલકો પરેશાન થયા છે. જોકે, હાઇવેના નવીનીકરણને લઇ પાણી ભરાવાની સમસ્યા થઈ છે. નોંધનીય છે કે હાઇવે પર પાણી નિકાલના અભાવે વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે જેને કારણે ઝડપી પુલ બને તેવી વાહનચલકો માગ કરી રહ્યા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ
સૌથી વધુ મહેસાણાના કડીમાં 5.5 ઇંચ વરસાદ #Rain #Monsoon #Weather #Gujarat #NewsCapitalGujarat #JaneCheGujarat pic.twitter.com/cE6JtM2pRz— NewsCapital Gujarat (@NewsCapitalGJ) July 4, 2024
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 110 તાલુકામાં વરસાદ
- 15 તાલુકામાં 1 ઇંચથી વધુ વરસાદ
- સૌથી વધુ મહેસાણાના કડીમાં 5.5 ઇંચ વરસાદ
- સાબરકાંઠાના ઇડરમાં 3 ઇંચ વરસાદ
- ભરૂચના હાંસોટ અને નેત્રંગમાં 2 ઇંચ વરસાદ
- મહેસાણાના જોટાણામાં 2 ઇંચ વરસાદ
- સાબરકાંઠાના પ્રાંતિજમાં 2 ઇંચ વરસાદ
- અરવલ્લીના ભિલોડામાં 1.5 ઇંચ વરસાદ
- મહેસાણા વિજાપુરમાં 1.5 ઇંચ વરસાદ
- ગાંધીનગરના માણસામાં 1.5 ઇંચ વરસાદ
- સાબરકાંઠાના હિંમતનગરમાં 1.5 ઇંચ વરસાદ
- બનાસકાંઠાના પાલનપુરમાં 1 ઇંચ વરસાદ
- અમદાવાદના દેત્રોજ-રામપુરામાં 1 ઇંચ વરસાદ
- દાહોદના સંજેલીમાં 1 ઇંચ વરસાદ
- પંચમહાલના જંબુઘોડામાં 1 ઇંચ વરસાદ
આ પણ વાંચો: આસામમાં પૂરથી હાલત ખરાબ, 8 લોકોના મોત 16 લાખથી વધારે લોકો અસરગ્રસ્ત
ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં છેલ્લા 2 કલાકમાં 28 તાલુકામાં વરસાદ પડ્યો છે. તેમા બનાસકાંઠાના દાંતામાં 3 ઇંચ વરસાદ, મહેસાણા સતલાસણા 1 ઇંચ વરસાદ, સાબરકાંઠાના ખેડબ્રહ્મા અને વડાલીમાં 1 ઇંચ વરસાદ, ભરૂચના નેત્રંગમાં અડધો ઇંચ વરસાદ, સાબરકાંઠાના વિજયનગરમાં અડધો ઇંચ વરસાદ, નર્મદાના ગુરૂડેશ્વર અને નાંદોદમાં અડધો ઇંચ વરસાદ વરસ્યો છે.