કેન્દ્રીય કેબિનેટ સમિતિઓના સભ્યોના નામની જાહેરાત, NDAના સાથી પક્ષોના મંત્રીઓને પણ પ્રાધાન્ય આપવામાં આવ્યું
Cabinet Committees: કેન્દ્રીય કેબિનેટની વિવિધ સમિતિઓના સભ્યોના નામની જાહેરાત કરવામાં આવી છે. નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)ના સહયોગી જનતા દળ સેક્યુલર (JDS) અને જનતા દળ યુનાઈટેડ (JDU)ના ક્વોટામાંથી નિયુક્ત મંત્રીઓને પણ પસંદગી આપવામાં આવી છે.
કેબિનેટ નિમણૂક સમિતિના સભ્યો
- વડાપ્રધાન નરેન્દ્ર મોદી
- ગૃહમંત્રી અમિત શાહ
આવાસ પરની કેબિનેટ સમિતિના સભ્ય
- ગૃહમંત્રી અમિત શાહ
- માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી
- આવાસ અને શહેરી વિકાસ મંત્રી મનોહર લાલ ખટ્ટર
- વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ
સમિતિમાં ખાસ આમંત્રિત સભ્ય- ડૉ. જીતેન્દ્ર સિંહ
આર્થિક બાબતોની કેબિનેટ સમિતિ
- રક્ષા મંત્રી રાજનાથ સિંહ
- ગૃહમંત્રી અમિત શાહ
- માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરી
- કૃષિ મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ
- નાણામંત્રી નિર્મલા સીતારમણ
- ભારે ઉદ્યોગ મંત્રી એચડી કુમારસ્વામી
- વાણિજ્ય મંત્રી પીયૂષ ગોયલ
- શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન
- પંચાયતી રાજ અને મત્સ્યોદ્યોગ મંત્રી રાજીવ રંજન સિંહ ઉર્ફે લાલન સિંહ