December 19, 2024

આઝાદીનાં આટલા વર્ષો પછી દેશે પહેલો Olympics મેડલ જીત્યો હતો

Paris Olympics 2024: પેરિસમાં 26 જુલાઈથી રમતગમતનો મહાકુંભ શરૂ થવાનો છે. જેમાં દુનિયાના તમામ ખેલાડીઓ ભાગ લેવાના છે. પેરિસ ઓલિમ્પિકમાં ભારતીય ચાહકો આશા રાકી રહ્યા છે કે તેમના તમામ ખેલાડીઓ વધુ મેડલ જીતે.

ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો
ઓલિમ્પિક ગેમ્સ પેરિસમાં 26મી જુલાઈથી શરૂ થવાની છે. આ ગેમ્સ 11મી ઓગસ્ટ સુધી રમાશે. તમને કદાચ ખબર નહીં હોય કે ભારતે ઓલિમ્પિકમાં પોતાનો પહેલો મેડલ ક્યારે જીત્યો હતો. આજે અમે તમને તે વિશે માહિતી આપવાના છીએ. . આઝાદી પહેલા પણ ઓલિમ્પિક ગેમ્સમાં હોકીનો દબદબો જોવા મળતો હતો. હોકી ટીમે 1936, 1932 અને 1928ના વર્ષમાં ઓલિમ્પિક ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.

આ પણ વાંચો: કોહલી અને રોહિત ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમશે કે નહીં?

ઈંગ્લેન્ડનો પરાજય થયો
વર્ષ 1948માં લંડનમાં ઓલિમ્પિક ગેમ્સનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ભારતીય ટીમનું હોકીમાં જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. સ્પેન, ઓસ્ટ્રિયા અને આર્જેન્ટિનાની સાથે આ ઓલિમ્પિક ગેમ્સમાં ભારતને પૂલ Aમાં સ્થાન મળ્યું છે. ભારતીય હોકી ટીમે શરૂઆત સારી કરી હતી. ઓસ્ટ્રિયા સામેની પ્રથમ મેચ 8-0થી જીતી હતી અને સ્પેનને હરાવીને સેમિફાઇનલમાં પોતાનું સ્થાન ફાઈનલ કર્યું હતું. ભારતીય હોકી ટીમનો સામનો સેમિફાઇનલમાં પહોંચ્યા પછી નેધરલેન્ડની ટીમ સાથે થયો હતો. એ પછી વર્ષ 1948 તારીખ 12 ઓગસ્ટના તેનો સામનો વેમ્બલી સ્ટેડિયમમાં ફાઇનલમાં ઇંગ્લેન્ડની ટીમ સામે થયો હતો. આ સમયે ભારતે આ મેચ 4-0થી જીતી લીધી હતી અને ગોલ્ડના રૂપમાં ઓલિમ્પિકમાં પોતાનો પહેલો મેડલ જીત્યો હતો.