અમારી પાસે બુદ્ધિઝમનું જે પણ કઈ જ્ઞાન છે તેનું મૂળ નાલંદા છે. શ્રી દલાઈ લામા.
ઈતિહાસની અટારીએથી નજર નાખીએ છીએ તો માનવ, વિકાસના પગથીયા ચડતો-પડતો-લડતો, લડખડાતો આગળ વધી રહેલો દેખાય છે. આ વિકાસના પ્રવાસમાં પોતાની સર્જનશીલતા પાથરતી, વિરાસતની વણજાર ઊભી કરતો જાય છે. આ વિરાસતમાં શિલ્પ, સ્થાપત્ય, શાસન, સાહિત્ય જ નહીં. અપણી વાણી, જ્ઞાન, સંસ્કાર અને સમૃદ્ધિ પણ છે. કેટલાક લોહિયાળ જંગ, માનવ બલિદાનો, ફૂકતા, લૂંટફાટ, ધાર્મિક ઉન્માદ પણ છે. પરંતુ આ દરેક સંસ્કાર, સમ્પતિ, શિલ્પ, સાધન, સાહિત્ય વગેરે આપણી સંસ્કૃતિના પ્રતિક બની ગયા છે. પરંતુ એ હકીકત છે કે જયારે સમગ્ર વિશ્વ અંધકાર યુગમાં હતું ત્યારે જ્ઞાન સૂર્યની લાલિમા આર્યાવર્તમાં ફેલાયેલી હતી. આપણે હકીકતમાં વિશ્વગુરૂ હતા.
વધુ બારીકાઈથી નીરખીએ તો આપણી અને અન્ય દેશોની આ વિરાસતના સર્જન વચ્ચે એક ભેદ દેખાય છે. આપણે પ્રથમથી જ સુસંસ્કૃત બની, સાહિત્ય, શિલ્પ, શોધ ખોળ, તત્વ, સત્વ, ઈશ્વરત્વ વગેરેના જ્ઞાનની સાધના દ્વારા સંસ્કૃતિના અનેક આયામે સર્જતા દેખાય છે. જે વારસાનો વારંવાર આફ્રાન્તાઓ દ્વારા નુકસાન, વિધ્વંસ પહોંચાડતા જોઈએ છીએ. છતાં આપણી સહિષ્ણુતાને બરકરાર રાખી ધીમા પ્રયાસોએ પણ સર્જક પણું દાખવી રહ્યા છીએ. જ્યારે અન્ય દેશોના નાગરિકો શરૂઆતથી જ લડાઈ, લૂંટફાટ કર્યા બાદ ધીમે ધીમે સુસંસ્કૃત બન્યા બાદ, સર્જક બનતા દેખાય છે. હા. બીજો ફર્ક એ દેખાય છે કે અન્ય દેશોની વિરાસતને ઓછું નુકસાન થયું છે. જયારે આપણી વિરાસતને યા તો નાશ કરી છે કે વિકૃત કરી છે. કે દબાવી દીધી છે.
વિરાસતના મૂળ ત્રણ ભાગ પડી શકાય ૧. કુદરતે-પ્રકૃતિએ આપેલી વિરાસત જેવી કે જંગલ નદી, પર્વત ર. મૂળમાંથી જ માનવ સર્જિત વિરાસત : જેવીકે તાજ મહેલ, હવા મહેલ,લાલ કિલ્લો વગેરે અને સૌથી અગત્યની 3. પ્રકૃતિનો ઉપયોગ કરી બનાવેલી વિરાસતો જેવા કે નદી કાઠા પર રીવર ફ્રન્ટ, પવર્ત પરના મંદિરો, સમુદ્ર કિનારાના રીસોર્ટ્સ વગેરે. આજે પણ અને પ્રકૃતિદત સંપતિઓ, વિરાસત બનવા આતુર છે. બધા રાહ છે માનવ સૂજ અને કૌશલની.
વિશ્વ મંચ ઉપર, માત્ર આપણી કૃતિઓ જ વિરાસત કે પહેચાન નથી બનતી. અપીતું અસંખ્ય વાર, દેશમાં જન્મેલા વ્યક્તિઓનું વિરાટ વ્યક્તિત્વ, આપણી વિરાસત પહેચાન બની જાય છે. જેને પછી આપણે ઈશ્વર સ્વરૂપે પૂજતા થઈ એ છીએ.
કદાચ ફેબ્રુઆરીમાં રાજકોટથી પ્રસિદ્ધ દૈનિક ‘ફૂલછાબ’માં વિરાસત અને વિકાસ નો સેતુ નામનો ઘણો સુંદર છણાવટ વાળો અગ્રલેખ હતો. એડિટરશ્રીએ પણી સુંદર રીતે દ્વારકા-સેતુ ના ઉદઘાટન સાથે, વિકાસનો સેતુને જોડેલો વિશક્ષત નો ફરી એવો જ પ્રસંગ બન્યો છે ખાલંદાનો, હાલમાં જ મોદીસાહેબે નાલંદાની વિરાસતને વિશ્વને અર્પણ કરી છે. (અફસોસ છે આ અદભૂત વિરાસતના પ્રસંગને, મીડિયામાં ધાર્યું કવરેજ મળ્યાનું અનુભવાયું નથી. (જોકે હમણાં જ અઠવાડિયા પહેલા, ફૂલછાબે નાલંદા વિશ્વ વિદ્યાલય પર ઘણી સરસ માહિતી આપેલ.) નાલંદા મહા વિહાર’, શરૂઆતમાં તો આ બુદ્ધ સાધુઓના વિહારનું સ્થાન, એ આપણી સનાતન સંસ્કૃતિની એક સ્વર્ણિમ જ્ઞાન- જ્યોત હતી.
બેશક, હાલની સરકારે દેશના વિકાસ કાર્યમાં, વિરાસતનો ઉપયોગ કર્યો છે, ને એ પણ એટલું જ સાચું છે કે “આપણી વિરાસત જ વિકાસની વિરાસત છે. વિશિષ્ટતા તો એ છે કે . સરકારે કેટલીક વિરાસતને “આપણી પોતાની જ નહીં. પણ તેને વિશ્વની વિરાસત બનાવી દીધી છે. જેમકે ‘યોગ’. કે આયુર્વેદ જે બન્ને આપણી વિરાસત છે જે આજે સમગ્ર વિશ્વની વિરાસત બની ગઈ છે. કારણકે આપણા વૈદિક સંસ્કાર કહે છે “જ્ઞાન- એ ઈશ્વરે આપેલ ભેટ છે જેના પર સર્વનો અધિકાર છે.
… જ્ઞાનને અગ્નિ પણ ઓલવી શકતું નથી – આ શબ્દો છે માં વડાપ્રધાન ના. જે નાલંદા વિશ્વવિદ્યાલય ના પ્રીમાઈસીસ ને વિશ્વને અર્પણ કરતા સમયે કહ્યા હતા. શબ્દો ખૂબ વિચારણીય છે કારણકે આકાન્તા દ્વારા નાલંદાના 9,00,000થી વધુ પુસ્તકોને બાળી નાખવામાં આવ્યા હતા। આવી ધર્માંધતા, વિરાસતને ઝાંખી કરી શકે. નાશ કરી શકે નહીં
આવી જ ઝાંખી થયેલ જ્ઞાનની બે જ્યોત વિષે પણ આપણે વિચારવું જ જોઈએ. એક તો આપણા રાજ્યમાં ભાવનગરના સીમાડે આવેલ વલ્લભીપુર ની વલ્લભી વિદ્યાપીઠ જે સાતમાં સૈકામાં બૌદ્ધધર્મના હીનયાન શાખાના સાધુ ઓ માટે બનેલું વિદ્યાધામ હતું. જેની નોંધ હ્યું એન સંગ અને હાંજીગ નામના બે ચાઇનીઝ પ્રવાસીઓએ લીધી છે. એટલું જ નહીં તેને નાલન્દાની સમકક્ષ ગણાવેલ છે. અહિયાં વિદ્યાશાખા માં બ્રાહ્મણ માટેની વિદ્યાનું કર્મકાંડ નું પણ ભણતર અપાતું હતું. તે ઉપરાંત કાનૂન, રાજ્યશાસ્ત્ર, અર્થશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, નામું વગેરે શીખવા મળતું હતું. અહીંથી સ્નાતક થતા વિદ્યાર્થીઓ આજુબાજુના રાજ્યમાં સેવા માટે ગોઠવાતા હતા. 5000 થી વધુ સાધુ ઓ માટે ૧૦૦થી વધુ મઠોમાં રહેવાની વ્યવસ્થા હતી. સાતમાં સૈકામાં -મૈત્રિક સામ્રાજ્ય દ્વારા ઘણું પ્રોત્સાહન વલ્લભી વિદ્યાપીઠને મળતું હતું. પરંતુ ૧૨મી સદી આવતા આવતા -આરબો વગેરેના આક્રમણખોર સામે વિદ્યાપીઠ ટકી શકી નહીં. આમ વલ્લભી વિદ્યાપીઠ પણ નાલન્દાની જેમ જ વિકાસ માંડી છે.
કહેવાય છે. કેન્દ્ર સરકારે ૨૦૧૭માં વલ્લભી વિદ્યાપીઠને પુનઃ જીવિત કરવાનો નિર્ણય લીધેલ છે. આવી જ એક અન્ય વિદ્યાની બુઝાયેલ જ્યોત છે તક્ષશિલા તક્ષશિલા હાલમાં પાકિસ્તાનમાં છે. જે રાવલપીંડી નામના શહેરથી માત્ર ૨૦ કિલો મીટર દૂર આવેલ છે. જ્યાં ચાણક્ય જેવા ધુરંધર તૈયાર થયેલા. તે જ રીતે સંસ્કૃત ના પ્રથમ વ્યાકરણી પાણીની, ચંદ્રગુપ્ત, જીવક પ્રસન્નજીત વગેરે પ્રખ્યાત મહાનુભાવ તક્ષશિલાના વિદ્યાર્થીઓ હતા. મહાભારત માં પણ તક્ષશિલા નો ઉલ્લેખ છે જેનો ધૌમ્ય ઋષિ સાથે સબંધ બતાવેલ છે. કોઈ જગ્યા એ રાજા ભરત (ભગવાન રામના ભાઈ)ના પુત્ર તક્ષ દ્વારા સ્થાપિત વિદ્યાપીઠ હતી તેવું બતાવેલ છે. વલભી વિદ્યાપીઠની જેમ જ સાતમાં સૈકામાં તક્ષશિલા કાર્યરત હતી જેની નોંધ ચાઇનીઝ પ્રવાસી હું એન સંગે લીધેલ છે. જેમ નાલંદા વિશ્વવિદ્યાલય આજના એશિયાના દેશો જેવાકે થાયલેન્ડ, કમ્બોડીયા, ચાઈના વગેરે દેશવાશીઓ ની જ્ઞાન પિપાસા બુજાવતું હતું તેવી રીતે તક્ષશિલા, બેબીલોન, મિડલઇસ્ટ ના દેશો, અરેબિયા, ગ્રીક જેવા દેશના જિજ્ઞાસુ ઓ ને જ્ઞાન આપતું હતું.
તક્ષશિલા ખાસ તો મેડીસીન, ચિકિત્સા માટે પ્રખ્યાત હતું. -વિખ્યાત ઘરક સંહિતા ના સર્જક, આચાર્ય ચરક, તક્ષશિલા ના પ્રાધ્યાપક હતા. કહેવાય છે કે 1700થી વધુ પ્રાધ્યાપક તથા 10,500 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરતા હતા. યુનેસ્કોએ તક્ષશિલા ને વર્લ્ડ હેરિટેજના લીસ્ટમાં લીધું છે. આવો વિરાટ વારસો, ભાગલાવાદી નો શિકાર બની ગયો. ક્યારેક ફરી બૃહદ ભારત બને ને તક્ષશિલા ફરી જ્ઞાનની મશાલ બને તેવું ઇચ્છીએ.
વારસા ના વિષથે વિચારીએ તો, વેદ સાહિત્યની વિરાસત તો અલભ્ય અને અતુલ્ય, અમુલ્ય છે. આધ્યાત્મિક તથા કર્મકાંડ ઉપરાંત, કાલ ગણના, પૃથ્વીની આયુ ગણના, સમય માટે પાંપણના પલકારાથી ઓછા સમયની ગણના, તો વૈલ્યુ કિંમત માટે (અબજ, પછી ખર્વ નિખર્વ વગેરેની ) વરીરે શોધ, એ આપણી દેન છે. સાથોસાથે અજન્તા ઈલોરાની ભવ્યતા વગર વિરાસત ઝાંખી રહે છે.
આ વિરાસતની વિચારણા, આત્મવિશ્વાસ જગાડે છે. આપણે અનન્ય છીએ તેવું ભાન આપણને નવા કીર્તિમાન રચવા પ્રેરે છે કમનસીબે આપણને વિર્યશીલ, કર્મશીલ, સર્જનશીલને બદલે ગુલામ રહેવાના અધિકારી જ હોવાનું સાબિત કરવા, વિદેશી, વિધર્મીઓએ આપણા ઈતિહાસને મરોડી નાખ્યો છે. સ્વાતંત્ર્ય પ્રાપ્તિ પછી પણ આપણે આ ભૂલ ન સુધારતા. સતા જાળવણી માટેની પ્રાથમિકતા અપનાવી છે. વિરાસતની માવજત, રખરખાવ કરવાથી માત્ર ગૌરવશીલતા મળે છે તેવું નથી. તેના થી આર્થિ સધ્ધરતા પણ મળે છે. પ્રવાસન ક્ષેત્રના વિકાસની નવી તક પૂરી પડે છે. કેન્દ્ર સરકારના આજના વડા, જયારે ગુજરાતના વડા હતા ત્યારે તેમણે રાજ્યના ધાર્મિક ક્ષેત્ર(પાવાગઢ, અંબાજી) વગેરેના ઉદ્ધારની યોજના અમલમાં મૂકી હતી. તે જ રીતે સ્ટેચ્યુ ઓફ યુનિટી અને રીવર ફ્રન્ટ પ્રોજેક્ટ અમલમાં મૂકી વિરાસતના સર્જક પણ બન્યા હતા. ધોળા વીરા, અને રણોત્સવને પુર બહારમાં ખીલવવાથી આવકના નવા આયામો ઉભા કરેલા હતા. તેઓ માત્ર રાજકારણી જ નથી એક રાજપુરૂષ પણ છે. રાજપુરૂષ લોક કલ્યાણ માટે, લોક સંગ્રહ, લોક જાગૃતિ કરી. લોક કેળવણી માટે હંમેશ પ્રવૃત રહે છે. તે માટે પોતાનું ઉદાહરણ પ્રસ્તુત કરે છે. દા.ત. સંસંદને પરી લાગવું સંવિધાનને મસ્તક નમાવવું, ધાર્મિક જગ્યાઓમાં જઈ પૂજા સાધના કરવી વગેરે લોક કેળવણી એ હેતુ હોય છે. સંસદને પગે લાગવું સેન્ગોલ ને સંસદમાં સ્થાપિત કરવો વગેરે દ્વારા જનતાના હદયમાં લોકતંત્રની મહતા સ્થાપવાનો ગર્ભિત હેતુ હોય છે. આમ વિશસતો નો ઉપયોગ, લૌક ઘડતર માટે પણ કરી શકાય તેવું ઉદાહરણ તેમણે આપ્યું છે.
વિરાસતના ઉપયોગથી લોકોમાં શ્રધ્ધા જગાડીને પણ રાષ્ટ્રપ્રેમ ઉભો કરી શકાય છે. કમ સે કમ હિંદુઓ ની નાત જાત ની લાગણીઓને ફંડિત તો જરૂર કરી શકાય છે. અપનત્વ ની લાગણી લાવવા ધર્મના સ્થાનોનો ઉપયોગ કરી શકાય છે. ધાર્મિક વિરાસતના વિકાસથી ધર્મના સ્થાનકોના ઉત્થાનથી ઉત્સવો, તથા લોક ઉત્સાહ, દ્વારા લોક કલ્યાણ માટે વિશસતને વાપરી શકાય છે વિરાસત આર્થિક, સામાજિક, માનસિક ઉત્થાનનું સાધન છે. મૂલ્યોને સ્થાપવાનું દુઢ કરવા માટેનું માધ્યમ છે. રાષ્ટ્ર ભાવના જાગૃત કરવાનું માધ્યમ છે વળી આપણે એ ન ભૂલીએ કે આપણે પણ આપણા પૂર્વજની જેમ સર્જક છીએ. આવનાર પેઢીઓ માટે જે છે તેને માત્ર સાચવીને સોપવાનું જ નથી તેમાં ઉમેરો કરી ને આપવાનું છે. અસ્તુ ભારત માતા કી જય…
tjthaker2210@gmail.com
આ લેખમાં લેખકના અંગત વિચાર છે, આ લેખ સાથે ન્યૂઝ કેપિટલને કોઇ સંબંધ નથી.