December 23, 2024

Rahul Dravidનો ડ્રેસિંગ રૂમની અંદરનો ઈમોશનલ વીડિયો BCCIએ કર્યો શેર

T20 World Cup 2024: ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ જીતતાની સાથે રોહિત અને વિરાટની સાથે રાહુલ દ્રવિડની આ મેગા ઇવેન્ટ સાથે સમાપ્ત થયો છે. ત્યારે હવે BCCIએ ડ્રેસિંગ રૂમનો એક વીડિયો શેર કર્યો છે. આ વીડિયો જોઈને તમે પણ ઈમોશનલ થઈ જશો.

BCCIએ વીડિયો કર્યો શેર
ભારતીય ટીમે T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલ મેચમાં દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવ્યું અને ટ્રોફી જીતી લીધી છે. ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી હતી જેમાં તેણે 176 રન બનાવ્યા હતા. આફ્રિકાની ટીમે માત્ર 20 ઓવરમાં માત્ર 169 રન જ બનાવી શકી હતી. ટીમ ઈન્ડિયાએ જીત મેળવતાની સાથે જ ખેલાડીઓની ખુશીનો કોઈ પાર રહ્યો નથી. BCCIએ ડ્રેસિંગ રૂમની અંદર દ્રવિડના નિવેદનનો વીડિયો શેર કર્યો છે.

આ પણ વાંચો: Team India ઝિમ્બાબ્વે જવા રવાના, 6 જુલાઈથી 5 મેચની T20 સિરિઝ

તમામ ક્ષણો હેમેંશા યાદ રહેશે
રાહુલ દ્રવિડે ડ્રેસિંગ રૂમની અંદર હાજર તમામ ભારતીય ખેલાડીઓની સામે કહ્યું કે હું આજે મારી લાગણીઓને શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. મને આ સફરનો ભાગ બનાવ્યો તેના માટે હું બધાનો આભાર માનું છું. મને આ ક્ષણ હંમેશા યાદ રાખશો. આ તમામ ક્ષણો હેમેંશા યાદ રહેશે. મને તમામ ખેલાડીઓ પર ગર્વ છે. દેશને દરેક ખેલાડી પર ગર્વ છે. રાહુલ દ્રવિડે તેની વાતમાં રાહિતનો ઉલ્લેખ કર્યો હતો. જેમાં તેમણે કહ્યું કે રોહિત શર્માએ તેને ટી20 વર્લ્ડ કપ 2024 સુધી કોચની ભૂમિકામાં ચાલુ રાખવા માટે સમજાવ્યા હતા.