સ્ટાઈલિશ સ્કૂટર લેવાનો વિચાર હોય તો ‘Dragon’ છે બેસ્ટ મોડલ
Vespa 946 Dragon: ભારતીય ઓટો માર્કેટમાં કેટલીય કંપનીઓ પોતાના વાહન વેચવા માટે તૈયાર છે. આવનારા દિવસોમાં કેટલીક કંપનીઓ પણ એન્ટ્રી કરવાના મૂડમાં છે. વાસ્પા ઈન્ડિયા ઓટો કંપનીએ દેશમાં સારો એવો ગ્રોથ કર્યો છે. હવે આ કંપનીએ પોતાનું એક ડ્રેગન સ્કૂટર નામનું વ્હીકલ માર્કેટમાં મૂક્યું છે. જેની શૉ રૂમ કિંમત 14.27 લાખથી શરૂ થાય છે. કંપનીના રીપોર્ટ અનુસાર આ એક ખાસ એડિશન સ્કૂટર છે. જેમાં ખાસ એક ડ્રેગનની ડિઝાઈન મૂકવામાં આવી છે. કંપનીએ માર્કેટમાં પ્રથમ તબક્કે માત્ર 1888 યુનિટ જ માર્કેટમાં મૂકેલા છે.
લોકોને ખૂબ જ પસંદ
અનોખી સ્ટાઈલ અને લૂકને કારણે લોકોને આ સ્કૂટર ખૂબ પસંદ પડ્યું છે. ડ્રેગન એડિશન એમાં ખૂબ જ આકર્ષક છે. ગ્રીન કલરના ડ્રેગનની આકૃતિ લૂકને એક નવો અંદાજ આપે છે. ખાસ વાત એ છે કે, એના અરીસામાંથી એના વ્હીલ સુધીનું ચિત્ર સ્પષ્ટ દેખાય છે. 155cc ના એન્જિન સાથે આ સ્કૂટર માર્કેટમાં મૂકવામાં આવ્યું છે. સ્ટીલ પ્લેટ મોનોકોક ફ્રેમથી તૈયાર કરવામાં આવ્યું છે. ખાસ 12 ઈંચના પૈડા સ્કૂટરને એક નવી ગતિ આપે છે. એનાથી પણ મોટી વાત એ છે કે, 220mm ડિસ્ક બ્રેક આપવામાં આવી છે.
આ પણ વાંચો: પાણી ભરાયાં હોય ત્યાં કારમાં જવાનું થાય તો આટલી કાળજી રાખવી અનિવાર્ય
કંપની નવી જાહેરાત કરી શકે
સ્ટાઈલીશ લૂક સાથે માર્કેટમાં આ સ્કૂટર અન્ય કંપનીના વાહન સાથે હરીફાઈ કરી શકે છે. જ્યારે કિંમતના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો આ સ્કૂટર બીજા વ્હીકલ કરતા ઘણું મોંઘુ છે. આ સ્કૂટર માટેનું બકિંગ શરૂ થઈ ચૂક્યું છે. બુકિંગ વખતે ડીલર કેટલીક સ્કિમ પણ આપી શકે એમ છે. પણ ઓફર અને બીજા ફાયદા જે તે સિટી પૂરતા મર્યાદિત હોઈ શકે છે. મુંબઈ અને દિલ્હી જેવા મેટ્રો સિટીમાં આ સ્કૂટરે સારી એવી ડિમાન્ડ ઊભી કરી છે. આવનારા દિવસોમાં આ એડિશન માટે કંપની કોઈ મોટી જાહેરાત કરે તો નવાઈ નહીં. કારણ કે, ધીમે ધીમે આ સ્કૂટરની ડિમાન્ડ ટ્રેન્ડ અને લૂકને કારણે વધવામાં છે.