December 19, 2024

પાણી ભરાયાં હોય ત્યાં કારમાં જવાનું થાય તો આટલી કાળજી રાખવી અનિવાર્ય

Problems In Car In Heavy Rain Waterlogging: દેશના અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થઈ છે. આવી સ્થિતિમાં વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. હકીકતમાં, વરસાદની સીઝન આવતાની સાથે જ શહેરમાં પાણી ભરાવાની સમસ્યા સામાન્ય બની જાય છે. આવી સ્થિતિમાં, જો પાણી ભરાયેલા વિસ્તારોમાંથી કાર દ્વારા મુસાફરી કરવી પડે, તો ઘણી સમસ્યાઓ ઊભી થઈ શકે છે. વરસાદી સીઝનમાં કાર રાઈડ કરતી વખતે થોડું ધ્યાન રાખવામાં આવે તો ઘણો ફાયદો થઈ શકે અને કારને નુકસાનથી પણ બચાવી શકાય છે.

એન્જિનમાં પાણી ઘુસી જાય
જો પાણીનું સ્તર વાહનના એર ઇન્ટેક અથવા એક્ઝોસ્ટ પાઇપથી ઉપર જાય છે, તો એન્જિનમાં પાણી પ્રવેશવાનું જોખમ વધે છે. એન્જિનમાં પ્રવેશતા પાણીથી હાઇડ્રોલોક થઈ શકે છે, જે એન્જિનને ગંભીર નુકસાન અને વાહનના સંપૂર્ણ ભંગાણનું કારણ બની શકે છે. તેથી પાણી ભરાયેલા સ્થળે જવાનું ટાળવું જોઈએ.જો પાણી ભરાવાનું પ્રમાણ વધારે હોય તો વાહનનું વ્હીલ પાણીમાં ફસાઈ શકે છે, જેના કારણે વાહન આગળ વધી શકશે નહીં. આવી સ્થિતિમાં, કારને દૂર કરવા માટે મદદની જરૂર પડી શકે છે.

બ્રેક ભીની થઈ જાય
પાણીમાં વાહન ચલાવવાથી વાહનની બ્રેક ભીની થઈ શકે છે, જેનાથી તેમની કાર્યક્ષમતા ઘટી શકે છે. ભીની બ્રેક યોગ્ય રીતે કામ કરતી નથી, જેના કારણે વાહન રોકવામાં મુશ્કેલી પડે છે અને અકસ્માતનું જોખમ વધી જાય છે. બને ત્યાં સુધી રોડ ભીના હોય ત્યારે ગાડી સ્પીડમાં ચલાવવી યોગ્ય નથી. ખાસ કરીને ગરનાળા અને બ્રીજ પરથી ઊતરતી વખતે કારની ગતિ ધીમી રાખવી જોઈએ. જેથી બ્રેક પરનો લોડ ઓછો આવે અને અકસ્માત થવાનું જોખમ પણ ઘટે.

સિસ્ટમ બગડી શકે
પાણી જો કારની કોઈ ઈલેક્ટ્રિક સિસ્ટમમાં ઘુસી જાય છે તો પણ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. કારમાં શોકસર્કિટ થવાનું જોખમ રહે છે. આનાથી ગાડીની અંદર ઈલેક્ટ્રિકથી ચાલતા ડીવાઈસ ખરાબ થઈ શકે છે. જે તે વિસ્તારમાં પાણીનો ભરાવો વધારે હોય ત્યાંથી ગાડી પસાર થાય કે ભીની થાય તો કારમાં કાટ લાગવાના ચાન્સ વધી જાય છે. ચેસીસ અને મશીનના ઉપરના લેયર પર કાટ લાગી જાય છે. આ ઉપરાંત આવા વિસ્તારમાં રોડ સ્પષ્ટ દેખાતા નથી. મોટા ખાડામાં વ્હીલ ભરાય જાય તો મુશ્કેલી પડે છે.

આ પણ વાંચો: રાષ્ટ્રપતિની કારના ફિચર્સ જાણીને ચોંકી જશો, કોણ હતા બુલેટપ્રુફ કાર લેનારા પ્રેસિડેન્ટ

વાસ આવે છે
ગટરના પાણી કારમાં ભરાય જાય કે, કાર સુકાય જાય તો કારમાંથી ગંદી વાસ આવે છે. જે કાર ડ્રાઈવ કરતી વખતે પરેશાનીનું કારણ બને છે. ખાસ કરીને જ્યારે કારમાંથી પાણી સુકાઈ જાય છે ત્યારે આ મુશ્કેલી ઊભી થાય છે. બને ત્યાંથી જ્યાં વધારે પડતું પાણી ભરાય છે ત્યાં કાર ડ્રાઈવ કરવાનું ટાળવું જોઈએ. છતાં પાણીવાળા વિસ્તારમાં જવાનું થાય તો કાર ધીમે ચલાવવી જોઈએ. ચોમાસામાં દરરોજ કારને અંદરથી સાફ કરવી જોઈએ. વાસ ન આવે એ માટે એર ફ્રેશનરનો ઉપયોગ કરવો જોઈએ. મોટા વાહનોની પાછળ કાર ચલાવવાનું ટાળવું જોઈએ. કારણે એની પાછળ ઊડતા પાણીના છાંટા કે ગારો કારનો કલર ખરાબ કરી શકે છે. કાર વીમો હોય તો એની શરત પણ જાણી લેવી જોઈએ. ખાસ કરીને ચોમાસામાં