November 26, 2024

અમદાવાદમાં અકસ્માત મામલે FSL તપાસમાં મોટો ખુલાસો, આટલી હતી બંને કારની સ્પીડ

અમદાવાદઃ અમદાવાદના બોપલમાં વકીલ બ્રિજ નજીક અકસ્માતની ઘટના બની છે. આ દુર્ઘટનામાં ત્રણ લોકોનાં મોત નીપજ્યા છે. જ્યારે એક કારચાલક ઇજાગ્રસ્ત થતા તેને સારવાર માટે તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે.

ફોર્ચ્યુનર અને થાર વચ્ચે અકસ્માત થયો હતો. આ મામલે અકસ્માત અને દારૂની હેરાફેરીના બે ગુના નોંધવામાં આવ્યા છે. ત્યારે નવા કાયદા પ્રમાણે ગુનો નોંધવામાં આવ્યો છે. તો બીજી તરફ, FSLની તપાસમાં મોટો ખુલાસો થયો છે. FSLની તપાસમાં ફોર્ચ્યુનર કારની સ્પીડ 200 કિલોમીટર પ્રતિ કલાક અને થારની સ્પીડ 160 કિલોમીટર પ્રતિ કલાક હોવાનું સામે આવ્યું છે.

ફોર્ચ્યુનર કારમાં વિદેશી દારૂ ભરેલો જોવા મળ્યો હતો. પ્રાથમિક તપાસમાં ફોર્ચ્યુનર ગાડી રાજસ્થાનથી નડિયાદ દારૂની ડિલિવરી કરવા જવાની હતી. ફોર્ચ્યુનર ગાડી દારૂ હેરાફેરીમાં ઉપયોગ થઈ રહી હતી. ફોર્ચ્યુનર ગાડી GJ18 BK 9808 અને થાર ગાડી GJ 38 BE 5054 નંબર છે.

મૃતકના નામ

  • અજિત કાઠી
  • મનીષ ભટ્ટ
  • ઓમપ્રકાશ મોત

ઇજાગ્રસ્તનું નામ

  • રાજેન્દ્ર સાહુ

એમ ટ્રાફિક પોલીસે ભારતીય ન્યાય સંહિતા 105, 125બી, 125 એ, 281 મુજબ ગુનો નોંધ્યો છે. ગાડીમાં તપાસ કરતા ત્રણ નંબર પ્લેટ પણ મળી આવી હતી. એક યુપી, રાજસ્થાનની નંબર પ્લેટ ગાડીમાંથી મળી આવી છે.