December 26, 2024

HNGU પાટણ ખાતે ઉજવાયો રાજમાતા નાયિકાદેવી ગૌરવદિન

પાટણ: હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યૂનિવર્સિટી પાટણ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં વિશ્વ હિન્દુ પરિષદ અને રાજમાતા નાયિકાદેવી ગૌરવ દિન સમારોહ સમિતિ દ્વારા વીરાંગના રાજમાતા નાયિકાદેવી ગૌરવદિન સમારોહની ઉજવણી કરવામાં આવી હતી.

પાટણ વિશ્વ હિન્દુ પરિષદ અને રાજમાતા નાયિકાદેવી ગૌરવ દિન સમારોહ સમિતિ દ્વારા વીરાંગના રાજમાતા નાયિકાદેવી ગૌરવદિન સમારોહની ઉજવણી કરવામાં આવી હતી જેમાં ગુજરાતના મુખ્યમંત્રી મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ભારતના નિર્માણમાં નારી શક્તિ, યુવા શક્તિ ગરીબ અને અન્નદાતા નું મહત્વ સમજાવ્યું છે. તેઓએ વિકાસ અને વિરાસતના સમન્વયની હિમાયત કરી છે. આજનો આ સમારોહ ગુજરાતની નારી શક્તિના પ્રતિક અને પાટણના રાજમાતા નાયિકાદેવીની વિરાસતને ઉજાગર કરવાનો અવસર છે. વિરાંગના નાયિકાદેવીની ગાથાને ઇતિહાસના પાનાઓથી બહાર લાવી લોકો સમક્ષ મુકવાનો વિશ્વ હિન્દુ પરિષદનો આ સાર્થક પ્રયાસ છે. માં ભારતીના સપૂતોની જેમ આર્યપુત્રીઓ એ પણ ત્યાગ અને બાલિદાનના દર્શન કરાવ્યા છે. પ્રજાની રક્ષા માટે નાયિકાદેવી જેવા શાસકોએ અપ્રતિમ જુસ્સો અને યુદ્ધનીતિ દાખવી છે
ભારત ભૂમિની બાહોશ વિરાંગનાઓમાં નાયિકાદેવીનું સ્થાન પ્રથમ હરોળમાં છે.

વડાપ્રધાન મોદી કહે છે કે જે દેશ પોતાના સાહસ અને ગાથાનુ સ્મરણ નથી કરતો એની સંસ્કૃતિ જીવંત રહી શકતી નથી. પ્રધાનમંત્રીશ્રીએ ‘વિરાસત પણ અને વિકાસ પણ’ નો મંત્ર આપ્યો છે. પ્રાચીન રાજધાની પાટણ શૂરવીરતા, ત્યાગ અને સાંસ્કૃતિક ધરોહરનો વારસો સાચવીને બેઠું છે. રાજ્ય સરકારે વડાપ્રધાનની પ્રેરણાથી પટોળા, વીર મેઘમાયા સ્મારક અને રાણકી વાવનું ઉચિત ગૌરવ કર્યું છે. પાટણ એ વિરાસત સાથે વિકાસનો રાહ અપનાવ્યો છે. આપણી ભાવિ પેઢી ઇતિહાસથી વાકેફ થાય તે સમયની માંગ છે. જેને પારખીને વડાપ્રધાનએ નવી આધુનિક શિક્ષણ પદ્ધતિની ભેટ આપી છે. જેમાં આપણા વિદ્યાર્થીઓ ગુલામીની માનસિકતાના પાઠ્યક્રમને બદલે શૌર્ય અને યશકીર્તિનો સાચો ઈતિહાસ ભણશે.

વિશ્વ હિન્દુ પરિષદે નાયિકાદેવીના જીવનને ઉજાગર કરવા જે પ્રકલ્પોનું આયોજન કર્યું છે એ ખૂબ ઉપયોગી નિવડશે. ભારતની નારી શક્તિ યુદ્ધ મેદાને પણ બલિદાન આપી યોગદાન આપવા સક્ષમ છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ નારી શક્તિનું સન્માન કરવા દેશની દીકરીઓને રાષ્ટ્રની સેવા કરવા સુરક્ષા દળોમાં જોડાવાની પ્રેરણા પૂરી પાડી સમાન તક ઉપલબ્ધ કરાવી છે. તેઓએ દેશભરની સૈનિક સ્કૂલોના દ્વાર દીકરીઓ માટે ખોલી નાખ્યા છે. વડાપ્રધાનના માર્ગદર્શનમાં દેશભરમાં સો જેટલી સૈનિક સ્કૂલો શરૂ થઈ રહી છે. જેમાંથી ગુજરાતમાં શરૂ થનાર દસ રક્ષા શક્તિ સ્કૂલોમાંથી ત્રણ દીકરીઓ માટેની છે. જે બાહોશ યોદ્ધા નાયકાદેવીને ભાવાંજલિ છે.

આ પ્રસંગે ઉપસ્થિત કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતુ કે પાટણના ઇતિહાસને ઉજાગર કરવાનું કાર્ય વિશ્વ હિન્દુ પરિષદે કર્યું છે. ત્યારે મુખ્ય મંત્રી દ્વારા પણ ગુજરાત માં અનેક ધાર્મિક સ્થળો ના વિકાસ ના કામો કરી રહ્યા છૅ પાટણ ના ઇતિહાસ ને સગ્રહ માટે નું મ્યૂજિયમ હોય કે બહુચરાજી મંદિર ના વિકાસ ના કામો હોય તે ને પ્રાધાન્ય આપ્યું છે. આજે સિદ્ધપુર માં સરસ્વતીમાં જાગૃત થાય તે માટે માતૃગયા તીર્થ સ્થળે પાણી ની સાથે સાથે શ્રદ્ધાંળું માટે આસ્થા નું કેન્દ્ર બને તે માટે બની રહેલ રિવરફ્રન્ટ ની કામગીરી નું આજે મુખ્ય મંત્રી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું છે… આ રિવરફ્રન્ટ ની કામગીરી સરકાર અને ધોળકિયા ફાઉન્ડેશન ના ઉપક્રમે થઇ રહી છે અને આ જળ સંચય ની કામગીરી નું મુખ્ય મંત્રીએ નિરીક્ષણ કર્યું છે રૂપિયા 20 કરોડ ના ખર્ચે એક કિલો મીટર લંબાઈ અડધો કિલો મીટર ની પહોળાઈ ધરાવતા વિસ્તાર માં આ પાયલોટ પ્રોજેક્ટ ની કામગીરી થઇ રહી છે

આ પ્રસંગે ઉપસ્થિત VHPના કેન્દ્રીય મંત્રી વિનાયકરાવ દેશપાંડે એ જણાવ્યું હતું કે નાયકાદેવી ના ઇતિહાસ ની લોકો ને ખબર હોવી જોઈએ તેવા હેતુ થી આ સમારોહ નું આયોજન કરવામાં આવ્યું હતું અમારી કેટલીક મંગાણીઓ સરકાર સમક્ષ મૂકી છે જેમાં રાજમાતા નાયકાદેવી નું પાટણ માં ભવ્ય સ્મારક બને, અમદાવાદ ખાતે રાજમાતા નાયકાદેવી ની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે , રાજસ્થાન અને ગુજરાત બોર્ડર વચ્ચે જે યુદ્ધ ની જગ્યા છે ત્યા પણ રાજમાતા નાયકાદેવી વિજય સ્મારક બનવું જોઈએ, ગુજરાત ના ઇતિહાસ ના પુસ્તકો માં રાજમાતા નાયકાદેવી ના ઇતિહાસ ને પણ જોડવામાં આવે હાલ સરકાર સૈનિક સ્કુલ બનવા જઈ રહી છે તેમા એક સ્કૂલ રાજમાતા નાયકા દેવી નું નામ રાખવામાં આવે આમ અમારી પાંચ માંગ સરકાર સામે રાખી છે તેમ જણાવ્યું હતું.