December 27, 2024

10 દિવસમાં બીજી મુલાકાત પર ગેનીબેને સીએમ પર સાધ્યું નિશાન

રતનસિંહ ઠાકોર, બનાસકાંઠા: મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની બનાસકાંઠાના સરહદી વિસ્તારમાં 10 દિવસમાં બીજી મુલાકાતે આવ્યા છે. વાવના પૂર્વ ધારાસભ્ય ગેની બેન ઠાકોર સાંસદ બનતા વાવ વિધાનસભા બેઠક ખાલી થઈ છે. ત્યારે, ભાજપ હવે વાવ વિધાનસભા જીતવા એડીચોટીનું જોર લગાવશે. જોકે, સાંસદ ગેનીબેન ઠાકોરે મુખ્યમંત્રીની સરહદી વિસ્તારની મુલાકાતને મુરતિયા તૈયાર થઈ ગયા હોવાની મુલાકાત ગણાવી હતી. જ્યારે મુખ્યમંત્રીની તળાવની સમીક્ષાને પગ નીચે રેલો આવ્યો હોવાનું ગણાવ્યું હતું.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ 10 દિવસમાં બીજીવાર સરહદી જિલ્લા બનાસકાંઠાની મુલાકાતે આવ્યા છે. ત્યારે આજે કુંભારખા ખાતે નવીન તળાવનું નિરીક્ષણ કર્યું હતું. જોકે સાંસદ ગેનીબેન ઠાકોરે ભાભરના ખાતેના કાર્યક્રમમાં મુખ્યમંત્રીની આ મુલાકાતને તેમની નીચે રેલો આવ્યો છે અને ત્યારે મુખ્યમંત્રી સરહદી વિસ્તારની મુલાકાતો કરી રહ્યા છે. જોકે પહેલા સરહદી વિસ્તારમાં મુખ્યમંત્રીએ ક્યારેય મુલાકાત લીધી ન હતી અને બનાસકાંઠા લોકસભા હાર્યા બાદ હવે મુખ્યમંત્રીની મુલાકાતનો દોર શરૂ થયો છે. એટલે તેમની પગ નીચે રહેલો આવ્યો હોય અને મુલાકાત લીધી હોય તેવું નિવેદન કર્યું હતું.

જ્યારે, વાવ વિધાનસભા માટે મુરતિયા લડવા તૈયાર થઈ ગયા છે અને મુરતિયા થનગની રહ્યા છે ત્યારે તેઓએ નિવેદન કર્યું હતું કે મેં ભાવ વિધાનસભાની જગ્યા ખાલી દીધી ખાલી કરી દીધી છે હવે જેને લડવું હોય તેના માટે જગ્યા ખાલી છે ત્યારે મહત્વની વાત એ છે કે વાવ વિધાનસભામાં લોકસભાની ચૂંટણીમાં ભાજપને લીડ મળી છે જ્યારે કોંગ્રેસના ગેનીબેન માઇનસ થયા હતા ત્યારે આગામી વિધાન સભાનો પણ જંગ ખેલાશે જેને માટે ભાજપ અને કોંગ્રેસના નેતાઓએ કમર કસી છે જ્યારે સાંસદ ગેનીબેન ઠાકોરે સરકાર અને મુખ્યમંત્રી પર પણ નિશાન સાધ્યું છે.