ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આઈકોનિક સ્ટાર હિતુ કનોડિયાનું બોલિવૂડમાં થશે ડેબ્યુ
Accident Or Conspiracy GODHRA: વર્ષ 2002માં બનેલી ગોધરાની ઘટના આજે પણ લોકોના મનમાં ઘર કરેલી છે. હવે આ સત્ય ઘટના પર આધારિત ફિલ્મ એક્સિડેન્ટ એન્ડ કોન્સ્પિરસી ગોધરા (Accident Or Conspiracy GODHRA) 12 જુલાઈએ રિલીઝ થશે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના આઈકોન સ્ટાર હિતુ કનોડિયા આ ફિલ્મથી બોલિવૂડમાં ડેબ્યુ કરી રહ્યા છે.
ગોધરાની ઘટના આજે પણ લોકોને આંચકો આપે છે. આ ઘટનામાં ગોધરા સ્ટેશન પર અયોધ્યાથી પરત ફરી રહેલી સાબરમતી એક્સપ્રેસના S6 કોચમાં આગ લાગી હતી અને 59 લોકો જીવતા ભડથું થઈ ગયા હતા. જે બાદ ગુજરાતમાં સર્વત્ર રમખાણો ફાટી નીકળ્યા હતા.
ડાયરેક્ટર અને પ્રોડ્યુસરે હિતુ કનોડિયાનો કર્યો હતો સંપર્ક…
આઇકોન સ્ટાર હિતુ કનોડિયા એ જણાવ્યુ કે, ફિલ્મના ડાઈરેક્ટરે તેમને સિધો કોન્ટેક કર્યો હતો. ત્યાર બાદ તેમણે કહ્યું કે અમે નાણાવટી-મહેતા પર ફિલ્મ બનાવી રહ્યા છીએ. આ કારસેવકો છે, જેમને ટ્રેનમા જીવતા સળગાવવામાં આવ્યા હતા. આમાં તેમના પરીવાર વિષે પણ હશે, આ ફિલ્મ માટે અમે ખૂબ જ રિસર્ચ કર્યું છે.
ટ્રેનને સળગાવાનુ દ્રશ્ય તમને અંદરથી ઝંઝોળી નાખશે: હિતુ કનોડિયા
હિતુ કનોડિયાએ આગળ કહ્યું, ફિલ્મમાં મારી ભુમિકા સાબરમતી જઈ રહેલી ટ્રેનના કોચ નંબર S6 ના પીડિત પરીવારમાંથી હું એક છુ. આ સૌથી ખરાબ ઘટનાઓમાંથી એક છે. લોકો માટે તેને આજે પણ ભુલવુ અશ્ક્ય છે. આ ફિલ્મ માટે થોડી વધુ તૈયારી કરવી જરૂરી નથી. કારણ કે હું પહેલાથી જ પીડા અનુભવું છું. આ ફિલ્મમાં અમે જે ટ્રેન સીક્વેંસ બનાવી છે અને તમને અંદરથી ઝંઝોળી નાખશે. અમે આ સીનને રામોજીરાવ ફિલ્મ સિટી, હૈદરાબાદમાં શૂટ કર્યુ છે.
હિતુ કનોડિયાએ અંતે કહ્યું કે, આ ફિલ્મમાં કામ કરી રહેલા તમામ કલાકારોએ ખુબજ ઉમદા પર્ફામન્સ આપ્યુ છે. મને આશા છે કે આ ફિલ્મ હિંદી ફિલ્મોમા નામ નોધાંવશે. ત્યાર બાદ મારી બીજી બોલિવૂડ ફિલ્મ કેસરી વીર આવી રહી છે.