December 26, 2024

સીલ કરાયેલ પ્રિ-સ્કૂલ સંચાલકોમાં ભારે રોષ, બગડી રહ્યો છે બાળકોનો અભ્યાસ

અમદાવાદ: પ્રિ-સ્કૂલ પાસે BU પરવાનગી અને ફાયર NOC ન હોવાથી સીલ કરવાંમાં આવ્યા હતા. આ સીલિંગ સામે પ્રિ-સ્કૂલ સંચાલકોએ એકઠા થઈને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. પ્રિ-સ્કૂલ સીલ કરતા લાખો વિધાર્થીઓનાં અભ્યાસને અસર પડી છે.

પ્રિ-સ્કૂલ સંચાલકોએ ન્યૂઝ કેપિટલ ને જણાવ્યું કે અમદાવાદ ની 70 ટકા પ્રિ-સ્કૂલ ને તાળા વાગ્યા છે. આ સીલ પ્રિ સ્કૂલ એસો. ની બાહેધરી સાથે શાળા ખોલવા દેવા માગ કરવામાં આવી છે. પ્રિ-સ્કૂલ સંચાલકોએ જણાવ્યું હતું કે સુરત, રાજકોટ અને ગાંધીનગર માં 60 દિવસની સમય મર્યાદા સાથે સ્કૂલ ખોલી અપાઈ છે, માત્ર અમદાવાદમાં પ્રિ સ્કૂલમાં હજુ શૈક્ષણિક શરૂ કરી નથી થયું AMC કમિશનર ના નિયમોના પાલન બાબતે અક્કડ વલણ ના કારણે બાળકોનો અભ્યાસ અટવાયો છે.

અંદાજિત એક લાખ જેટલા બાળકોનું પ્રાયમરી શિક્ષણ અટવાયું છે. મ્યુનિ કમિશનર પ્રિ સ્કૂલ સંચાલકોની રજૂઆત સાંભળવા તૈયાર થતા નથી. ફાયરના નિયમોના પાલનની બાહેધરી સાથે શાળાઓ શરૂ કરવા દેવા માગ કરવામાં આવી હતી. રેસીડેન્સીયલ વિસ્તારમાં ચાલતી પ્રિ સ્કૂલો હાલ બંધ છે. પ્રિ-સ્કૂલમાં જતા બાળકોના વાલીઓએ પણ પ્રિ-સ્કૂલ ચાલુ કરવાની માંગ કરી હતી. બાળકોનું ભવિષ્ય અને તેની તકેદારી રાખવામાં સમસ્યા થતી હોવાની રજુઆત કરવામાં આવી હતી.

વાલી સુધાબેન એ જણાવ્યું હતું કે સરકાર દ્વારા પ્રિ સ્કૂલ સીલ કરી દેવામાં આવતા વર્કિંગ પ્રોફેશનલ ને તકલીફ પડી રહી છે. પેરન્ટ બાળકો નાના હોવાને કારણે ઓફિસ જઈ સકતા નથી ત્યારે પ્રિ સ્કૂલ માં સમય મર્યાદા આપી ને ખોલવા આવે.