Multani Mitti Face Pack: આ 3 પ્રકારના ફેસ પેકથી ઓઈલી સ્કિનને કરો ‘ટાટા’
Multani Mitti Face Pack: ચોમાસું આવતાની સાથે જ લોકોની ત્વચા સંબંધિત સમસ્યા થવા લાગે છે. જેમાં ખાસ કરીને તૈલી અને ચીકણી ત્વચા થવા લાગે છે. જેમાં ચહેરા પર ખીલ, પિમ્પલ્સ અને ડાઘ-ધબ્બા વધી જાય છે. આવી સ્થિતિમાં તમારે અમે આજે જે પેક જણાવીશું તે તમે લગાવી શકો છો. જેના કારણે તમારી ત્વચા ચમકદાર દેખાશે.
મુલતાની માટી સાથે આ કરો મિક્સ
ચોમાસાની સિઝન દરમિયાન ત્વચાની સંભાળ રાખવી ખુબ જરૂરી બની જાય છે. તમે મુલતાની માટી સાથે એલોવેરા જેલને મિક્સ કરી શકો છો. એલોવેરા જેલને મુલતાની માટી સાથે મિક્સ કરવાથી તમારા ચહેરા પર જે ચીકાશ છે તે દુર થશે. આ પેકને તમે 15 મિનિટ સુધી લગાવો.
મુલતાની માટીમાં દહીં
ત્વચા પર ઘણા બધા પિમ્પલ્સ હોય તમને તો તમે મુલતાની માટીને દહીંમાં ભેળવીને લગાવી શકો છો. જેમાં તમારે 2 ચમચી મુલતાની માટીમાં 1 ટેબલસ્પૂન દહીં મિક્સ કરવાનું રહેશે. આ પેસ્ટને તમારે 20 મિનિટ સુધી લગાવવાની રહેશે. ત્યારબાદ તમારે નવશેકા પાણીથી તમારા ચહેરાનો ધોઈ લો.
આ પણ વાંચો: Curry Leaves Benefits: ચમકતી ત્વચા-સ્વસ્થ વાળ સાથે આ છે મીઠા લીમડાનાં ફાયદા
બટાકાના રસમાંથી બનાવો આ પેક
બટાકાના રસમાં તમે મુલતાની માટીને મિક્સ કરી શકો છો. તમે તેને ત્વચા પર લગાવશો તો ચહેરા પર રહેલું તેલ શોષાઈ જાય છે. ખાસ વાત એ છે કે મુલતાની માટી કુદરતી છે અને બટાકાનો રસ પણ કુદરતી છે. જેના કારણે તમારા ચહેરા પર ચમક આવી જશે.