January 15, 2025

પોતાનાથી 15 વર્ષ નાની પત્નીને અરબાઝે અલગ અંદાજમાં કરી બર્થ ડે વિશ, કહ્યું – ‘કબૂલ હૈ’

Shura Khan- NEWSCAPITAL

 અરબાઝ ખાનની બીજી પત્ની શુરા ખાન આજે પોતાનો જન્મદિવસ મનાવી રહી છે. લગ્ન પછી શુરાનો આ પહેલો જન્મદિવસ છે. તેની પત્નીના જન્મદિવસને વધુ ખાસ બનાવવા માટે, તેના પતિ અરબાઝ ખાને એક પ્રેમભરી નોંધ લખી છે. અરબાઝ ખાને પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે શૂરા સાથે રોમેન્ટિક જોવા મળી રહ્યો છે.

પત્નીના જન્મદિવસે અરબાઝે શેર કરી પોસ્ટ

આ સુંદર તસવીર શેર કરતી વખતે અભિનેતાએ તેની પત્નીને જન્મદિવસની શુભેચ્છા પાઠવી છે. અરબાઝે કેપ્શનમાં લખ્યું, ‘મારી પ્રિય શૂરા, તને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ… મને કોઇ આટલું હસાવતું નથી. જે તું મને કરાવે છે. હું તારી સાથે મોટો થવા માંગું છું. ઉપ્સ…મોટો નહીં વૃદ્ધ…ખૂબ જ વૃદ્ધ…જ્યારે યુનિવર્સ આપણા બન્નેને એક સાથે લાવ્યા છે તો આ મારી સાથે થનારી સૌથી સારી વસ્તુ હતી.

અરબાઝે આગળ લખ્યું કે, ‘જ્યારે હું તમારી સાથે પહેલીવાર ડેટ પર ગયો હતો, ત્યારે મને તરત જ ખબર પડી ગઈ હતી કે હું મારું આખું જીવન તમારી સાથે વિતાવવાનો છું. તમે હંમેશા તમારી સુંદરતા અને દયાથી મને આશ્ચર્યચકિત કરો છો. મને આ દરરોજ યાદ આવે છે જ્યારે મેં કહ્યું હતું કે કબૂલ હૈ. આ શબ્દો મારા જીવનના શ્રેષ્ઠ શબ્દો હતા જે મેં તમારા માટે ઉચ્ચાર્યા હતા. હું તને પ્રેમ કરું છુ.’

 

View this post on Instagram

 

A post shared by Arbaaz Khan (@arbaazkhanofficial)

સોશિયલ મીડિયા પર પોસ્ટ થઇ વાયરલ

તેમની પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. પોસ્ટ પર કોમેન્ટ્સનું પૂર આવ્યું છે. ફેન્સથી લઈને સેલેબ્સ સુધી દરેક આ સુંદર કપલ પર પ્રેમ વરસાવી રહ્યા છે. રવિના ટંડને પણ આ ફોટો પર પ્રતિક્રિયા આપી છે.

અર્પિતાએ પણ શૂરાના જન્મદિવસની શુભેચ્છા પાઠવી હતી

અર્પિતા ખાને પણ તેની ભાભીને જન્મદિવસની ઘણી શુભેચ્છાઓ આપી છે. તેણે તેની ઈન્સ્ટા સ્ટોરી પર એક પોસ્ટ શેર કરી છે, જ્યાં ભાભી અને નણંદ વચ્ચે બેસ્ટ બોન્ડ જોઇ શકાય છે.

શૂરા અરબાઝ કરતા 15 વર્ષ નાની

તમને જણાવી દઈએ કે અરબાઝ અને શુરાએ ગયા વર્ષે 24મી ડિસેમ્બરે નિકાહ કર્યા હતા. બંનેના આ લગ્ન અરબાદ ખાનની બહેન અર્પિતા ખાનના ઘરે થયા હતા. શૂરા વ્યવસાયે મેકઅપ આર્ટિસ્ટ છે. રવિના ટંડન, રિતેશ દેશમુખ, જેનેલિયા ડિસોઝા, ફરાહ ખાન, સાજિદ ખાન સહિત બી-ટાઉનના ઘણા સ્ટાર્સે આ લગ્નમાં હાજરી આપી હતી. તમને જણાવી દઈએ કે 56 વર્ષના અરબાઝે શૂરા સાથે લગ્ન કર્યા છે, જે તેમનાથી 15 વર્ષ નાની છે.