December 23, 2024

સેમિફાઇનલમાં જીત મેળવતાં જ કેપ્ટન રોહિતનો વીડિયો વાયરલ

Indian Captain Rohit Sharma: ભારતીય ટીમે સેમિફાઇનલ મેચમાં વિજય મેળવી લીધો છે. ઈંગ્લેન્ડની ટીમને 68 રનથી હરાવી દીધું છે. આ મેચમાં રોહિત શર્માની ખાસ ભૂમિકા જોવા મળી હતી. રોહિત શર્માએ 57 રનની ઇનિંગ રમી હતી. રોહિત શર્માનો મેચ બાદનો ઈમોશનલ વીડિયો સામે આવ્યો છે.

વીડિયો આવ્યો સામે
ઈંગ્લેન્ડ સામેની જીત બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ડ્રેસિંગ રૂમ તરફ જઈ રહ્યા હતા. આ સમયે રોહિત ખુરશી પર જોવા મળી રહ્યો હતો. તેણે પોતાનો ચહેરો હાથથી ઢાંક્યો હતો. આ સમયે તેની આંખમાં આંસુ હતા. કદાચ તે એટલે ભાવુક હતો કારણ કે ટીમ ઈન્ડિયા ફાઇનલમાં પહોંચી ગઈ છે. ભારતને ફરી એક વાર ટ્રોફી જીતવાની તક મળી છે. આ સમયે વિરાટ તેના માથા પર હાથ મૂકે છે. . ગત T20 વર્લ્ડ કપની સેમિફાઈનલમાં ઈંગ્લેન્ડે ભારતીય ટીમને હાર આપી હતી. આ વખતે હવે ભારતે તેનો બદલો લઈ લીધો છે અને ટીમ ફાઈનલમાં પહોંચી ગઈ છે.

સેમિફાઇનલમાં ભારતનો રેકોર્ડ
T20 વર્લ્ડ કપમાં ભારતીય ટીમની આ પાંચમી સેમિફાઇનલ હતી. આ પહેલાં ચાર સેમિફાઇનલમાંથી ટીમ ઈન્ડિયાએ બેમાં જીત મેળવી હતી અને બેમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતને છેલ્લી બે T20 વર્લ્ડ કપ સેમિફાઇનલમાં 2016માં વેસ્ટ ઈન્ડિઝ સામે અને 2022માં ઈંગ્લેન્ડ સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ બંને સેમિફાઇનલ મેચમાં ટીમ ઈન્ડિયાએ પ્રથમ બેટિંગ કરી હતી. જો કે, 2016માં વિન્ડીઝ અને 2022માં ઈંગ્લેન્ડે તેનો સરળતાથી પીછો કર્યો હતો. આ સિવાય 2007 અને 2014માં ભારતીય ટીમ સેમીફાઈનલ મેચ જીતવામાં સફળ રહી હતી.