હવામાન વિભાગની ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના
અમદાવાદઃ હવામાન વિભાગની આગાહી કરવામાં આવી છે. ત્યારે સમગ્ર અઠવાડિયા દરમિયાન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ભરૂચ અને સુરતમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. મઘ્ય ગુજરાત પર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે. માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, 1થી 27 જૂન સુધીમાં રાજયમાં 52% વરસાદ નોંધાયો છે.
આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ
ભરૂચ, સુરત, રાજકોટ, જામનગર, પોરબંદર, જુનાગઢ, અમરેલી, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ
આ જિલ્લાઓમાં યલો એલર્ટ
બનાસકાંઠા, પાટણ, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, નવસારી વલસાડ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, ભાવનગર, બોટાદ યલો એલર્ટ
28 જૂન ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત આણંદ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, રાજકોટ, જામનગર, અમરેલી, ભાવનગર, મોરબી, કચ્છમાં વરસાદની આગાહી કરી છે.
ત્યારબાદ 30 જૂન ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ દિવસે ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સિવાય 1લી જુલાઈ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, મહીસાગર, નર્મદા, ભરૂચમાં ભારે વરસાદની આગાહી કરી છે.