December 19, 2024

મુઇઝુની નજીક જવા માંગતા હતા મહિલા મંત્રી, તાંત્રિક વિદ્યાનો લીધો સહારો; આખરે થઈ ધરપકડ

Maldives :  માલદીવની મહિલા મંત્રી ફાતિમા શમનાઝ અલી સલીમની ધરપકડ કરવામાં આવી છે. તેમની પર રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઇઝુની નજીક જવા માટે તાંત્રિક વિદ્યા કરવાનો આરોપ છે. ધરપકડ કરાયેલ શમનાઝ અલી પર્યાવરણ મંત્રાલયમાં રાજ્ય મંત્રી છે. સ્થાનિક મીડિયા સાથે વાત કરતા એક અધિકારીએ જણાવ્યું કે શમનાઝ અલીની ધરપકડ કરવામાં આવી છે અને તેને 7 દિવસની કસ્ટડીમાં મોકલવામાં આવી છે. માલદીવના અખબારના એક અહેવાલ આપ્યો છે કે મંત્રી શમનાઝ અલી સલીમની અટકાયતની અવધિ હુલહુમાલે મેજિસ્ટ્રેટ કોર્ટ દ્વારા લંબાવવામાં આવી છે.

એક રિપોર્ટમાં જણાવ્યું કે ફાતિમા શમનાઝ રાષ્ટ્રપતિ કાર્યાલયના મંત્રી એડમ રમીઝની પૂર્વ પત્ની છે. આ અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે ધરપકડ પહેલા પોલીસે ફાતિમા શમનાઝના ઘરે દરોડા પાડ્યા હતા. પોલીસે શમનમના ઘરમાંથી કેટલીક વસ્તુઓ જપ્ત કરી છે. શમનાઝ અલી અગાઉ રાષ્ટ્રપતિ ભવન મુલીજમાં કામ કરતી હતી, પરંતુ તાજેતરમાં તેને પર્યાવરણ રાજ્ય મંત્રી બનાવવામાં આવી હતી. માલદીવના સ્થાનિક મીડિયામાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે મુઈઝુ સરકારે શમનાઝના પૂર્વ પતિને સસ્પેન્ડ કરી દીધા છે.

આ પણ વાંચો: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહોના સંયુક્ત સત્રને સંબોધન કર્યું

શું મંત્રીના પૂર્વ પતિ તાંત્રિક વિદ્યામાં સામેલ છે?
એવું કહેવામાં આવી રહ્યું છે કે માલદીવના રાષ્ટ્રપતિ મોહમ્મદ મુઈઝુની ખૂબ નજીક કામ કરી ચૂકેલા એડમ રમીઝ છેલ્લા ઘણા મહિનાઓથી દેખાતા નથી. ધરપકડ કરાયેલા મંત્રી શમનાઝને ત્રણ બાળકો છે. જેમાંથી એકની ઉંમર એક વર્ષથી ઓછી છે. ફાતિમા શમનાઝ અને એડમ રમીઝના તાજેતરમાં જ છૂટાછેડા થયા હતા. એડમ રમીઝ મેલીવિદ્યાની પ્રક્રિયામાં સામેલ છે કે નહીં તેની હજુ સુધી પુષ્ટિ થઈ નથી. માલદીવના રાષ્ટ્રપતિ કાર્યાલયે ફાતિમા શમનાઝની ધરપકડ સંબંધિત મુદ્દા પર ટિપ્પણી કરવાનો ઇનકાર કર્યો છે.