દ્વારકામાં વરસાદનું રેડ એલર્ટ, બંદરો પર લાંગરેલી બોટ સલામત સ્થળે ખસેડવાની સૂચના
દ્વારકા: જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. ઓખામંડળમાં આવેલા બંદરો પર રહેલી બોટોને સલામત સ્થળે ખસેડવા તંત્રએ સૂચના આપી છે. ત્યારે આગાહીને પગલે ઓખા-દ્વારકા બંદરો પરની માછીમારી બોટોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. ઓખાના ડાલડા બંદર અને દ્વારકાના રૂપેણ બંદર પર લાંગરેલી બોટોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદની આગાહી વચ્ચે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. ત્યારે આ સંભાવનાને ધ્યાને રાખીને ઓખામંડળમાં આવેલા મોટા બંદરો પર લાંગરેલી માછીમારીની બોટોને સલામત સ્થળે ખસેડવાની કામગીરી કરવાની સૂચના આપી દેવામાં આવી છે.
ઓખાના ડાલડા બંદર તેમજ દ્વારકાના રૂપેણ બંદર સહિતના માચ્છીમારી વિસ્તારોમાં ફીશરમેનોએ તેમની ફિશિંગ બોટને કિનારે સલામત સ્થળે ખસેડી લીધી છે. તો વળી ઘણી બોટોને ખસેડવાની કામગીરી ચાલુ છે. ભારે વરસાદ અને વાવાઝોડાની સંભવિત પરિસ્થિતિને ધ્યાને લેતા માછીમારોને દરિયો ન ખેડવા માટે તંત્રએ આદેશ આપ્યો છે.
આ પણ વાંચોઃ કચ્છમાં ભારે પવન સાથે વરસાદ, ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાયો
તમામ માચ્છીમારી બોટોને સલામત સ્થળે ખસેડવામાં આવી છે. આ સાથે દ્વારકામાં કાંઠાળા વિસ્તારમાં સલામતી હેતુ NDRFની ટીમનું પણ આગમન થઈ ગયું છે. આગામી સમયમાં ભારે વરસાદની પરિસ્થિતિમાં ટીમ નીચાણવાળા વિસ્તારમાં ખાસ સ્ટેન્ડ બાય રહેશે.