December 21, 2024

Team India સીધી ફાઇનલમાં પ્રવેશી શકે છે, ICCના આ નિયમમાં ફેરફાર

IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે T20 વર્લ્ડ કપ 2024 સેમીફાઈનલને લઈને સતત અટકળો ચાલી રહી છે. આ વખતે ટીમ ઈન્ડિયાનો સામનો ઈંગ્લેન્ડની ટીમ સાથે થવાનો છે. વર્ષ 2022માં ઈંગ્લેન્ડની ટીમે વર્લ્ડ કપની સેમીફાઈનલ જીતીને ભારતીય ટીમની આશાઓને નિરાશામાં બદલી દીધી હતી. હવે ટીમ ઈન્ડિયા પાસે આ વખતે તે બદલો લેવાનો ખરો મોકો છો. આ સાથે ટીમ ભારતને ફાઇનલમાં જઈને ને ટાઇટલ જીતવાની તક પણ છે. જોકે આ મેચ દરમિયાન વરસાદની પણ સંભાવનાઓ જોવા મળી રહી છે. આ વાતની જાણ ICCને ચોક્કસ છે. જેના કારણે સેમી ફાઈનલ અને ફાઈનલ માટે કેટલાક નવા નિયમો બનાવ્યા છે. આ નવા નિયમને કારણે એક ટીમને ફાયદો થશે તો એક ટીમને નુકસાન થશે.

સેમીફાઈનલ મેચ રમાશે
20 વર્લ્ડ કપ 2024ની બીજી સેમિફાઇનલમાં ભારતનો મુકાબલો 27 જૂને ભારતીય સમય પ્રમાણે 8 વાગ્યે રમાશે. આ મેચનું આયોજન ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં થશે. ખાસ વાત તો એ છે કે ટીમ ઈન્ડિયા એક પણ મેચ હાર્યા વગર સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. પરંતુ આ વચ્ચે સેમિફાઇનલ અને ફાઇનલને લઈને ચર્ચાઓ થઈ રહી છે તે વચ્ચે વરસાદની સંભાવનાઓ જોવા મળી રહી છે. ભારત અને ઈંગ્લેન્ડની સેમીફાઈનલ મેચ માટે રિઝર્વ ડેની જોગવાઈ કરાઈ નથી. રિઝર્વ ડે માત્ર પ્રથમ સેમિફાઇનલનો જ છે. આ પ્રથમ સેમિફાઇનલમાં અફઘાનિસ્તાન અને દક્ષિણ આફ્રિકાની ટીમ આમને સામને આવશે.

આ પણ વાંચો: T20 World Cup 2024: આ ખેલાડી હવે ઈન્ટરનેશનલ ક્રિકેટની જર્સીમાં નહીં દેખાય!

જો વરસાદના કારણે મેચ રદ થશે તો?
હવે તમને સવાલ થશે કે વરસાદના કારણે આ મેચ રદ થશે તો. જો વરસાદના કારણે મેચ રદ થશે તો ટીમ ઈન્ડિયાને ચોક્કસ ફાયદો થશે. ભારત ફાઇનલમાં પહોંચશે કારણ કે તે સુપર 8માં ગ્રુપ 1માં ટોચ પર છે. ICCએ એ પણ સ્પષ્ટ કર્યું છે કે સેમી ફાઈનલ અને ફાઈનલમાં ઓછામાં ઓછી 10 ઓવરની મેચ હોવી જરૂરી છે. ICCનો પ્રથમ પ્રયાસ એવો રહેશે કે કોઈપણ સંજોગોમાં દસ ઓવરની મેચ યોજવાનો રહેશે. પરંતુ જો ICCના તમામ પ્રયાસ નિષ્ફળ જાય છે તો ભારતીય ટીમને સીધી ફાઈનલમાં લઈ જવામાં આવશે. એટલે કે મેચ થયા વિના પણ ટીમ ઈન્ડિયાને ફાયદો થશે.