December 26, 2024

Video: શાહરૂખ ખાને છુપાવ્યો ચહેરો…ફેને ફોટો લેવાની કરી કોશિશ તો કર્યું આવું વર્તન

શાહરૂખ આ દિવસોમાં જ્યાં પણ જોવા મળે છે, તે ઘણીવાર હૂડી પહેરીને અને છત્રીથી ચહેરો છુપાવતો જોવા મળે છે. તે પાપારાઝી અને ફેન્સથી બચવા માટે દરેક શક્ય પ્રયાસ કરે છે. પરંતુ તે સંપૂર્ણ સ્વેગ સાથે ઇવેન્ટ્સમાં હાજરી પણ આપે છે. પછી ન તો તેની પાસે છત્રી છે કે ન તો તે ચહેરો છુપાવવાનો પ્રયાસ કરે છે. યુઝર્સ વારંવાર પૂછે છે કે શાહરૂખ કેમ પોતાનો ચહેરો છુપાવે છે? તાજેતરમાં કિંગ ખાને ફરી એકવાર આવું જ કર્યું છે. અભિનેતા ચહેરો છુપાવીને કારમાં બેસતા જોવા મળ્યો હતો જેનો વીડિયો હાલ વાયુવેગે વાયરલ થઇ રહ્યો છે.

શાહરૂખ ખાન હાલમાં જ મુંબઈમાં એક ક્લિનિકની બહાર જોવા મળ્યો હતો. જ્યારે તે ત્યાંથી પરત ફરી રહ્યો હતો ત્યારે પાપારાઝી અને લોકોએ તેને ચારે બાજુથી ઘેરી લીધો હતો. બધાએ શાહરૂખની એક ઝલક મેળવવાની કોશિશ કરી. પરંતુ અભિનેતાની સાથે સિક્યોરિટી ગાર્ડે શાહરૂખની એક પણ ઝલક જોવા ન મળે તેમ તેની આજુબાજુ આવી ગયા હતા. શાહરૂખે પોતાનો ચહેરો હૂડીથી ઢાંક્યો હતો. આ સિવાય એક સુરક્ષા ગાર્ડ તેની બાજુમાં છત્રી લઇને પણ જોવા મળ્યો હતો.

શાહરૂખે તેનો ફોટો લેવાનો પ્રયાસ કરતા ફેનને ધક્કો માર્યો

વીડિયોમાં જોઇ શકાય છે કે ત્યાં ભારે ભીડ હતી, પરંતુ તેની વચ્ચે એક ફેને ફોન નીચો કરીને છત્રી નીચે છુપાયેલા શાહરૂખનો ફોટો લેવાનો પ્રયાસ કર્યો. પરંતુ શાહરૂખની નજર તેના પર પડતાં જ તેણે ફેન્સના ફોન પર પર હાથ માર્યો હતો અને તેને ફોટો પાડવાથી રોકી દીધો. ત્યારબાદ હાથ હલાવીને શાહરૂખ તરત જ તેના કાફલા સાથે આગળ વધ્યો.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

આ વીડિયો જોઇ ફેન્સ કરી રહ્યા છે સવાલ

શાહરૂખનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને તેના પર ઘણી કોમેન્ટ્સ આવી રહી છે. યુઝર્સ પૂછી રહ્યા છે કે શાહરૂખ આ રીતે પોતાનો ચહેરો કેમ છુપાવી રહ્યો છે? શા માટે તેઓએ ચાહકને ફોટા લેવાથી રોક્યા?

શાહરૂખ છત્રી અને હૂડીથી ચહેરો કેમ છુપાવે છે?

તમને જણાવી દઈએ કે જ્યારે પણ શાહરૂખની કોઈ નવી ફિલ્મ રિલીઝ થવાની હોય છે, તે પહેલા તે પોતાની જાતને હૂડી અને છત્રીથી ઢાંકીને નીકળી જાય છે. ‘પઠાણ’, ‘જવાન’ અને ‘ડંકી’ વખતે પણ આવું જ થયું હતું. હવે શક્ય છે કે શાહરૂખ પોતાના નવા પ્રોજેક્ટની તૈયારીમાં વ્યસ્ત હોય. એક તરફ એવા અહેવાલો છે કે તે સલમાન ખાન સાથે ‘ટાઈગર વર્સીસ પઠાણ’નું શૂટિંગ શરૂ કરશે, તો બીજી તરફ એવી ચર્ચા છે કે સંજય લીલા ભણસાલી તેની સાથે ‘ઈન્શાઅલ્લાહ’ બનાવવાનું વિચારી રહ્યા છે. ફિલ્મનું શૂટિંગ મે 2024થી શરૂ થઈ શકે છે.