Sim Cardના બદલાયા નિયમો, આ ધ્યાન રાખજો નહીંતર થશે મસમોટો દંડ
SIM Card Rule: ગયા વર્ષે ડિસેમ્બરમાં કેન્દ્ર સરકારે નવું ટેલિકોમ બિલ લોકસભામાં રજૂ કર્યું હતું. હવે બિલ રજૂ થયા બાદ તેને રાષ્ટ્રપતિની મંજૂરી મળી ગઈ છે. આ કાયદાની કેટલીક કલમો 26 જૂનથી લાગુ કરી દેવામાં આવશે. ટેલિકોમ એક્ટ 9 થી વધુ સિમ કાર્ડ ખરીદનારાઓ માટે મુશ્કેલી લાવી શકે છે.
દંડ અથવા જેલ
સિમ કાર્ડ સંબંધિત નિયમોમાં 26 તારીખથી ફેરફારો થવાના છે. જેમાં જો કોઈ વપરાશકર્તાને તેના આધાર કાર્ડનો ઉપયોગ કરીને 9 થી વધુ સિમ કાર્ડ આપે છે તો તેને પહેલા ગુનામાં 50,000 રૂપિયા સુધીનો દંડ અને વારંવારના ગુના હેઠળ 2 લાખ રૂપિયા દંડ ફટકારવામાં આવી શકે છે. જો યુઝર આઈડીનો ઉપયોગ સિમ કાર્ડ ખરીદવા માટે છેતરપિંડીથી કરે છે તો તેને 50 લાખ રૂપિયા સુધીનો દંડ અથવા જેલ થઈ શકે છે.
આ પણ વાંચો: Airtel 9 Plan: એરટેલે લોન્ચ કર્યો 9 રૂપિયાનો સસ્તો પ્લાન, મળશે આ લાભ
તમારા આધાર કાર્ડમાંથી કેટલા સિમ છે?
તમારા આધાર કાર્ડમાંથી કેટલા સિમ છે તે જાણવા માટે અમે તમને જે સ્ટેપ જણાવીશું તે કરવાના રહેશે. જેમાં તમારા આ માટે તમારે સરકાર દ્વારા શરૂ કરાયેલા પોર્ટલ Sancharsathi.gov.in પર જવું પડશે. આ પછી તમારે મોબાઈલ કનેક્શન વિકલ્પ પર ટેપ કરવાનું રહેશે. આ બાદ તમારે તમારો 10 અંકનો મોબાઈલ નંબર નાંખવાનો રહેશે. આ પછી તમારા ફોનમાં OTP દાખલ કરવાનો રહેશે. આ પછી જે પેજ ખુલશે તેમાંથી તમે જાણી શકશો કે તમારા નંબર પર કેટલા સિમ છે.