NEET PGની પરીક્ષા સ્થગિત, દરેક કેન્દ્રો પર નોટિસ લગાવાઈ
અમદાવાદઃ આજે નીટ પીજીની પરીક્ષા યોજાવવાની હતી, તેને સ્થગિત કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. પરીક્ષા સ્થગિત થતાં પરીક્ષા એજન્સી દ્વારા પરીક્ષા કેન્દ્રો પર નોટિસ લગાવવામાં આવી છે.
તમામ પરીક્ષા કેન્દ્રો પર વાલીઓને અધિકૃત જાણ થાય તે માટે નોટિસ લગાવવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, પરીક્ષા સ્થગિત થવા બાબતે વાલીઓમાં આક્રોશ જોવા મળ્યો છે. વિદ્યાર્થીઓની દિવસ રાતની મહેનત કરી હતી અને હવે આ પ્રકારના સમાચાર આવે ત્યારે ટેન્શન વધે છે.
મહત્વનું છે કે, દેશભરના 2 લાખથી વધુ વિદ્યાર્થીઓ નીટ PGની પરીક્ષા આપવાના હતા. જેમાં અમદાવાદના 9 હજાર વિદ્યાર્થી પણ સામેલ હતા. ત્યારે હવે વિદ્યાર્થીઓની મહેનત પર પાણી ફરી વળ્યું છે.