July 1, 2024

Jamun Shots બનાવો આ રીતે, થાક થશે તરત દૂર

Jamun Shots Drink Recipe: જાંબુની અત્યારે સિઝન આવી ગઈ છે. મોટા ભાગના લોકોને જાંબુ પસંદ હોય છે. જાંબુનો શોટ્સ પણ લોકોને ખુબ પસંદ હોય છે. જો તમારે ઘરે મહેમાન આવી રહ્યા છે તો તમે જાંબુનો શોટ્સ આપી શકો છો. પરંતુ તેને અમે જે આજે રીત જણાવીશું તે રીતે બનાવો. બનશે એકદમ મસ્ત.

જાંબુ શોટ્સના થશે વખાણ
તમારા ઘરે મહેમાન આવવાના હોય ત્યારે તમને સવાલ થતો હશે કે શું ડ્રિંક આપીશું. તેમાં પણ ખાસ કરીને ઉનાળાની સિઝનમાં આ સવાલ ચોક્કસ થતો હશો. જો તમારા ઘરે મહેમાન આવે છે ત્યારે અમે જે રીતે આજે જાંબુ શોટ્સ બનાવવાની રીત જણાવવાના છીએ તે રીતે બનાવો. જો આ રીતે બનાવશો તો તમારા મહેમાન તમારાથી ખુશ થઈ જશે. જાંબુ શોટ્સ બનાવવાની સરળ રીતે અમે તમને જણાવીશું. તો આવો જાણીએ કે કેવી રીતે તમે જાંબુ શોટ્સ બનાવશો.

આ પણ વાંચો: T20 World Cupમાં આ ખેલાડીએ તોડ્યો 12 વર્ષ જૂનો રેકોર્ડ

જામુન શોટ્સ કેવી રીતે બનાવશો?
સ્ટેપ 1: તાજા જાંબુ લો. તેને ઠંડા પાણીથી ધોઈ લો.

સ્ટેપ 2 : છરીની મદદથી જાંબુના બીજને બહાર કાઢી નાંખો.

સ્ટેપ 3: હવે જાંબુના પલ્પને ઝિપ બેગમાં મૂકી દો અને ફ્રીઝરમાં ત્રણથી ચાર કલાક માટે રાખો.

સ્ટેપ 4: નિર્ધારિત સમય બાદ જાંબુના પલ્પને ફ્રીઝરમાંથી બહાર કાઢીને મિક્સર જારમાં મૂકી દો. ત્યારબાદ તેમાં તમે ખાંડ અને બરફ ઉમેરી શકો છો.

સ્ટેપ 5: છેલ્લા સ્ટેપમાં એક પ્લેટમાં શોટ ગ્લાસ મૂકો. ગ્લાસના ઉપરના ભાગમાં મીઠું અને લીંબુના રસ લગાવો. હવે તમે તેનો આનંદ માણી સકો છો.