Rice For Weight Loss: આ રીતે ખાવ ભાત, નહીં વધે વજન
Rice For Weight Loss: મોટા ભાગના લોકોની માન્યતા છે કે ભાત ખાવાના કારણે વજન વધે છે. પરંતુ એવું નથી. તમે તેને ક્યાં સમયે ખાવ છો અને તેને રાંધવાની રીત શું છે તે તમામ બાબત જરૂરી છે. આજે અમે તમને જણાવીશું કે ભાતને રાંધવાની સાચી રીત કઈ છે અને ખાવાની સાચી રીત કઈ છે.
કેલરી અડધી થઈ જશે
મોટા ભાગના લોકો કહેતા હોય છે કે ભાત ખાવાના કારણે વજનમાં વધારો થાય છે. પરંતુ તેવું નથી. વજન તમારી તાસીરના કારણે પણ વધતો હોય છે. જેમનું પેટ ભાત વગર ભરતું નથી. જો તમને પણ ડર લાગે છે કે ભાત ખાશું અને વજન વધી જશે તો તમારે હવે ડરવાની જરૂર નથી. ચોખાને કેવી રીતે બનાવવા તેની રીત જાહેર કરવામાં આવી છે. જેના કારણે તેની કેલરી અડધી થઈ જશે.
ભાતના કારણે જાડા નહીં થાવ
આજના સમયમાં મોટા ભાગના લોકોનો ખોરાક ભાત કે ભાતથી બનતા ખોરાક સાથે જોડાયેલો છે. બિરયાની, પુલાવ, માતર-પુલાઓ, મંચુરિયન રાઇસ, ફ્રાઈડ રાઇસ જેવી ઘણી વાનગીઓ છે જે ચોખામાંથી તૈયાર કરવામાં આવે છે. જો તમને ભાત ભાવે છે અને ચિંતાને કારણે તમે ભાત ખાવાનું છોડી દીધું છે તો તમારે ચિંતા કરવાની જરૂર નથી. તમે હવે ભાતના કારણે જાડા નહીં થાવ.
આ પણ વાંચો: ઉનાળામાં ખવાતા આ 3 ફળને વધારે પ્રમાણમાં ખાવાથી સ્વાસ્થ્યને થશે નુકસાન
ચોખા રાંધવાની નવી રીત
શ્રીલંકાના વૈજ્ઞાનિકોએ ચોખાને રાંધવાની નવી રીત શોધી કાઢી છે. જેમના જણાવ્યા અનુસાર તમે ભાત ખાશો તો તમારું વજન વધશે નહીં. ચોખા બનાવવાની પદ્ધતિમાં પહેલા ચોખાને 15 મિનિટ માટે પાણીમાં પલાળી દો. ત્યારબાદ 1 ચમચી નારિયેળ તેલ તેમાં એડ કરો અને તેને 1 મિનિટ માટે ફ્રાય કરો. પાણીને એડ કરીને કૂકરને બંધ કરી દો. ચોખાને માત્ર ધીમી આંચ પર જ પાકવા દો. ત્યારબાદ તેને 12 કલાક માટે રેફ્રિજરેટરમાં રાખો. વૈજ્ઞાનિકોએ દાવો કર્યો છે કે આ રીતે તમે ભાત ખાશો તો તમારી સ્થૂળતા વધશે નહીં. રાંધેલા ભાતમાં 50%-60% કેલરી ઓછી જોવા મળે છે. જેના કારણે વજનમાં વધારો થતો નથી.