Weather Update: રાજધાની દિલ્હીમાં મેઘરાજાના અમીછાંટણા, ગરમથી મળી આંશિક રાહત
Weather Update: કાળઝાળ ગરમીથી શેકાઈ રહેલ રાજધાની દિલ્હીમાં હવે મૌસમનો મિજાજ બદલાયો છે. શુક્રવારે બપોરે દિલ્હી NCRના અનેક વિસ્તારોમાં હળવો વરસાદ થયો છે. આકાશમાં કાળા વાદળો ઘેરાઈ આવ્યા હતા. તો, વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. જોકે, હવામાન વિભાગના જણાવ્યા અનુસાર બે દિવસ બાદ દિલ્હીમાં ફરીથી પ્રચંડ ગરમી અને લૂ સહન કરવી પડી શકે છે.
વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે બુધવારની રાત્રીએ દિલ્હીમાં થયેલ વરસાદને કારણે તાપમાનમાં લગભગ 5 ડિગ્રીનો ઘટાડો નોંધાયો હતો. છેલ્લા કેટલાય દિવસોથી 44-45 ડિગ્રી રહેલું તાપમાન ગુરુવારે ઘટીને 40 ડિગ્રી થઈ ગયું હતું. તેની સાથે જ લઘુત્તમ તાપમાંમાં પણ ઘટાડો નોંધાયો હતો. આયાનગર અને ઝાફરપુરને બાદ કરતાં હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં તાપમાં 40 ડિગ્રીથી નીચે હોવાનું નોંધ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે આ રાહત માત્ર 2 દિવસની જ છે. 23 જૂનથી એકવાર ફરી દિલ્હીમાં અંગ દઝાડતી ગરમી પડશે.
રાજધાનીમાં ગુરુવારે મહત્તમ તાપમાન સામાન્ય કરતાં એક ડિગ્રી વધુ 40 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન સામાન્ય કરતાં બે ડિગ્રી ઓછું 29.6 ડિગ્રી સેલ્સિયસ રહ્યું હતું. આયાનગરમાં સૌથી વધુ 40.6 તાપમાન નોંધાયું હતું જ્યારે ઝાફર પૂરમાં તાપમાન 40 ડિગ્રી રહ્યું હતું. પિતમપુરામાં 39.7, પાળાંમાં 39.6, પૂસામાં 38.1 અને નફઝગઢમાં 38 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.