January 16, 2025

શું ટીમ ઈન્ડિયા ટી-20 ક્રિકેટમાં વિરાટ કોહલી વગર જીતવાનું શીખી ગઈ?

T20 World Cup 2024: ટીમ ઈન્ડિયાના ખેલાડી વિરાટની ચર્ચા જોવા મળી રહી છે. કોહલી પર તમામ ક્રિકેટ ચોહકોની નજર હોય છે. કારણે વિરાટના દમ પર ભારતની ટીમે ઘણી મેચમાં જીત મળી છે. પરંતુ એ વાત પણ આપણે ના ભૂલવી જોઈએ કે ક્રિકેટ જગતમાં દરેક નવો દિવસ હોય છે. એવું કહીએ તો પણ ખોટું નથી કે ક્રિકેટ જગતમાં દરેક ખેલાડીએ પોતાની જાતને રોજ સાબિત કરવી પડે છે. T20 વર્લ્ડ કપ 2024ની પ્રથમ 4 મેચ રમ્યા બાદ ટીમ ભારતનું પ્રદર્શન તો જોરદાર જોવા મળી રહ્યું છે. પરંતુ વિરાટ કોહલીનું કંઈ ખાસ પ્રદર્શન જોવા મળ્યું નથી. તો શું ટીમ ઈન્ડિયાને હવે વિરાટ કોહલીની જરૂર નથી?

ત્રણેય ઇનિંગ્સમાં નિષ્ફળ રહ્યો
વિરાટ કોહલીનું IPL 2024માં જોરદાર પ્રદર્શન જોવા મળ્યું હતું. જેને જોઈને બધાને તેની પાસે આ ટૂર્નામેન્ટમાં પણ રન બનાવવાની આશા ચોક્કસ હતી. પરંતુ કોહલીનું આ ટૂર્નામેન્ટમાં ખાસ પ્રદર્શન જોવા મળ્યું નથી. ભારતીય પ્લેઈંગ ઈલેવનમાં સામેલ 11 ખેલાડીઓમાંથી જેની રમત સૌથી નબળી હતી તે વિરાટ કોહલીની હતી. વિરાટ ગ્રુપ સ્ટેજમાં નિષ્ફળ જોવા મળી રહ્યો હતો પરંતુ ટીમ ભારતની શાનદાર જીત રહી છે.

આ પણ વાંચો: IND vs BAN: ટીમ ઈન્ડિયા વધારી શકે છે બાંગ્લાદેશનો માથાનો દુખાવો, આ છે રેકોર્ડ

નવાઈની વાત નથી
અફઘાનિસ્તાન સામે રમાયેલી સુપર-8ની પ્રથમ મેચમાં વિરાટ કોહલીએ 24 બોલમાં 24 રન બનાવ્યા હતા. હવે ચર્ચા એ થઈ રહી છે કે ટીમ ઈન્ડિયા ટી-20 ક્રિકેટમાં વિરાટ કોહલી વગર જીતવાનું કૌશલ્ય શીખી ગઈ છે તો શું વિરાટ કોહલીની ટીમ ઈન્ડિયાને જરૂર છે ખરી? ટી-20ને યુવાનોનું ફોર્મેટ ગણવામાં આવે છે. જો આવું થાય છે તો તેના સ્થાન પર બીજા ખેલાડીનું ભવિષ્ય ઘડવું વધુ સારું છે. ત્યારે T20 વર્લ્ડ કપ 2024ની વચ્ચે આવું થાય તેવું કદાચ ન લાગે. પરંતુ જો આવું થાય ચે તો પણ નવાઈની વાત નથી.