કેવી રીતે ભણશે ગુજરાત, આખરે કેમ મંદિરમાં ચાલે છે વાંદીયોલ ગામની આંગણવાડી?
સંકેત પટેલ, અરવલ્લી: ગુજરાતમાં પાયાના શિક્ષણમાં આંગણવાડીને મહત્વ અપાય છે પણ રાજ્યમાં અનેક જગ્યાએ આંગણવાડીના મકાનના અભાવે નાના ભૂલકાઓ ભાડાના મકાનો અને પહેલા મંદિરમાં બેસી ભણવા મજબુર હવે ભાડાના મકાનોમા બેસવા મજબૂર બની રહ્યા છે. અમદાવાદ ઉદેપુર નેશનલ હાઇવે પાસે આવેલું એક વાંદીયોલ ગામમાં આજે પણ બાળકો ભાડાના મકાન અને મંદિરોમાં બેસી સારા ભાવી માટે પ્રાર્થના સાથે પાયો મજબૂત કરતાં જોવા મળ્યા છે.
અરવલ્લી જિલ્લાના ભિલોડા તાલુકામાં આંગણવાડીઓમાં બાળકોને સારા અને મજબૂત પાયાના શિક્ષણ માટે રાજ્ય સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે. આંગણવાડીને નંદ ઘરનું સ્વરૂપ આપી વિવિધ સુવિધાઓ પણ અપાય છે. દરરોજ અલગ અલગ પૌષ્ટિક આહાર સાથે રમત ગમતના સાધનો પણ આપવામાં આવે છે. પરંતુ, સુવિધાઓના લાંબા લિસ્ટ વચ્ચે તંત્ર બેસવા માટેની જગ્યા ફાળવવાનું જ ભૂલી ગયું છે. અરવલ્લી જિલ્લામાં એવા દ્રશ્યો સામે આવ્યા છે જેને જોઈને લાગે કે બાળકો આંગણવાડીમાં જતા પહેલા મંદિરમાં માથું ટેકવા જતા હશે. પરંતુ અહીની વાસ્તવિકતા સાવ અલગ જ છે. આખી આંગણવાડી જ મંદિરમાં ચાલી રહી છે. ભિલોડા તાલુકાના વાંદિયોલ ગ્રામ પંચાયતનું અસાલ ગામ નેશનલ હાઇવે પાસે આવેલું છે. હાઇવે પર ઉભા હોઈએ તો લાગે કે 120 ની સ્પીડમાં દોડતી ગાડીઓ વિકાસની છલાંગ બતાવી જાય છે. પણ માત્ર દોઢ કિલોમીટર હાઇવેથી અંદર આવીને જુઓ તો વાસ્તવિકતા વિકાસની ગાડીમાં પડેલા પંક્ચર જેવી છે. સબ સલામતની કાગળ પરના વાઘ જેબી સ્થિતિમાં વરવી વાસ્તવિકતા અલગ છે.
ન્યૂઝ કેપિટલ ની ટીમ અસાલ ગામમાં પહોંચી ત્યારે કાચા રસ્તાથી ગામની સફર જોવા મળી. ગામના ચોકમાં એક મંદિરમાં બે દેવી દેવતાની પૂજા આરાધના થતી હતી. બાજુમાં હતી અસાલ ગામની નંદ ઘર આંગણવાડી જેને હતું તાળું. એક સમયે થયું કે ચલો હમણાં ખુલશે. એટલે અમે ગયા મંદિરમાં દર્શન કરવા પણ. મંદિરમાં જઈ જોયું તો તમામ સામાન સાથે આંગણવાડી મંદિરમાં જ ચાલતી હતી. એક બિલાડી જાડી. કહી તેડાઘરના બહેન પોતાનું કામ કરતા હતા. દર્શન કરવા ભક્તો મંદિરમાં આવી માથું ટેકવતા હતા. એક સમયે લાગ્યું કે અમારી ભૂલ હશે. પણ પુછપરછ કરતા ખબર પડી કે ભગવાનનું મંદિર જ આ બાળકોનું ભણતરનું ઘર છે. અને એ પણ છેલ્લા એક વર્ષથી. ખુબ લાંબા સમયથી બાળકો પોતાના હક્કના ભણતરના મકાનથી અડધા છે. કાગળ પર થતી રજૂઆતો અધિકારીઓના કાને પહોંચતી નથી. અને અમુક લીડરોની લાગવગમાં વિકાસ પોતાની દિશા બદલી નાખે છે. આ દ્રશ્યો રાજ્ય સરકારને અર્પણ છે. કારણ કે રાજ્યમાં બાળકોને અદ્યતન શિક્ષણ માટે અનેક પ્રયાસો થાય છે પણ ઘણીવાર ક્યાંક ખોટ પણ રહી જતી હોય છે. ભૂલનો સ્વીકાર કરી સુધારનાર જ સાચા લીડર કહેવાતા હોય છે. જોઈ હવે બાળકોનો સહારો ભગવાન તો બન્યા પણ શું સરકાર આ તરફ નજર કરે છે કે નહિ ?
વાંદીયોલ ગ્રામ પંચાયતની સોડપુર,અસાલ, વાંદીયોલ એમ ત્રણ આંગણવાડી આજે પણ જર્જરિત હાલતમાં છે આંગણવાડી ની છત માંથી સિમેન્ટ ના પોપડા પડી રહ્યાછે તંત્ર ધ્વરા નોન યુજ જાહેર કરી પણ બાળકો હાલ ભાડાના મકાન અને મંદિરોમાં બેસી અભ્યાસ કરવા મજબૂર બન્યા છે હવે તંત્ર ક્યારે આંગણવાડી બનવાનું નક્કી કરે તે જોવું રહ્યું