December 24, 2024

ITR ભરતી વખતે ભૂલથી ખોટો HRA ક્લેમ ન કરતાં, થશે મોટો દંડ!

ITR Filing: ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 જુલાઇ 2024 છે. આ દરમિયાન મોટાભાગના ટેક્સ પેયર્સને પોતાનું ફોર્મ 16 મળી જ ગયું હશે. ફોર્મ 16માં તમારી આવકની સંપૂર્ણ માહિતી હોય છે. સાથે જ એ પણ જણાવવામાં આવ્યું હોય છે તમારી સેલેરીમાં કઈ કઈ રકમ ઉમેરાઈ છે કે કાપવામાં આવી છે. ITR ભરતી વખતે ફોર્મ 16 ખૂબ જ મહત્વનું છે. HRAની સાથે સાથે અન્ય છૂટછાટ માટે પણ ફોર્મ 16 ખૂબ જ મહત્વપૂર્ણ છે. કારણ કે જો ખોટી માહિતી ભરવામાં આવે છે તો તમને જ નુકસાન થઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે કલમ 10 (13A) હેઠળ HRAમાં છૂટનો દાવો ત્યારે જ કરી શકાય જયતે કોઈ ભાડાના મકાનમાં રહેતું હોય. આ ઉપરાંત, HRA ન મેળવતા કરદાતાઓ જેવાકે નોન-સેલેરી કર્મચારીઓ અમુક મર્યાદાઓને આધીન કલમ 80GG હેઠળ તેમના ભાડા ખર્ચ માટે કપાતનો દાવો કરી શકે છે. પરંતુ, જે લોકો પોતાના ઘરમાં રહે છે તેઓ HRAમાં છૂટ માટે પાત્ર નથી. એવામાં, જો તમે ખોટો HRA દાવો કરો છો, તો તમને નુકસાન થઈ શકે છે. ચાલો નિયમો જાણી લઈએ…

HRA પગારદાર વ્યક્તિની આવકનો એક મહત્વનો હિસ્સો છે, જે આયકર અધિનિયમ હેઠળ નોંધપાત્ર ટેક્સ સેવિંગના લાભ આપે છે. તમે યોગ્ય રીતે HRAનો દાવો કરીને ટેક્સ ડિડક્શન મેળવી શકો છો. ટેક્સ ફાઇલ કરતી વખતે HRAનો દાવો કેવી રીતે કરવો તે અહીં બતાવવામાં આવ્યો છે જેથી તમારું વધુમાં વધુ ટેક્સ સેવિંગ થાય અને તમારે કિંમત ન ચૂકવવી પડે.

HRAમાં છૂટછાટની ગણતરી

  • એમ્પ્લોયર પાસેથી મળેલ વાસ્તવિક મકાન ભાડા ભથ્થું
  • વર્ષિલ ભાડાની ચુકવણી આવકમાં 10 ટકા ઘટાડા સાથે
  • કર્મચારીઓના મૂળ પગારના 50% (મેટ્રો શહેરોમાં રહેતા કર્મચારીઓ માટે) અથવા મૂળભૂત પગારના 40% (નોન-મેટ્રો શહેરો માટે)

જણાવી દઈએ કે આ તે રકમ છે જે HRAમાં છૂટછાટ હેઠળ આવે છે અને તે લાગુ પડશે જે સૌથી ઓછું હશે, તેના આધારે HRAમાં ટેક્સમાં છૂટ આપવામાં આવે છે. એવામાં તમે તેના આધારે ગણતરી કરીને HRA ક્લેમ કરી શકો છો.

HRA માટે જરૂર દસ્તાવેજો

  • જો વાર્ષિક ભાડું 1 લાખ રૂપિયાથી વધુ હોય તો મકાનમાલિકની રસીદ અને મકાનમાલિકની PAN વિગતો આપવી પડશે.
  • ભાડા કરાર: એક ઔપચારિક ભાડા કરાર આપવો જરૂરી છે, જે તમારા દાવાને વેરીફાય કરે છે.

આ ડોક્યુમેન્ટ્સ અપલોડ કરવાની જરૂર નથી, પરંતુ અધિકારીઓ દ્વારા પૂછપરછ કરવામાં આવે તો તેમને સરળતાથી મળી રહે તે જરૂરી છે. ખોટા HRA ક્લેમને કારણે દંડ થઈ શકે છે, એટલે સાવધાની રાખવી અને પરિણામો અંગે જાગરૂક રહેવું પણ જરૂરી છે.

કેટલો મોંઘો પડશે ખોટો HRA ક્લેમ?

જો અધિકારીને લાગે કે કોઈ વ્યક્તિએ તેની આવકની અન્ડર-રિપોર્ટ કરી છે અથવા ખોટી HRA માહિતી આપી છે, તો અન્ડર-રિપોર્ટ કરેલી આવક પર ચૂકવવાપાત્ર ટેક્સના 50% દંડ ફટકારવામાં આવાશે. વધુમાં, HRA જેવી આવક છુપાવીને કરચોરીની રકમના 3 ગણા (300%) સુધીનો દંડ પણ ફટકારી શકાય છે.

વધુમાં, HRAનો યોગ્ય રીતે દાવો કરવો એ માત્ર કાનૂની જરૂરિયાત જ નથી પરંતુ પગારદાર કરદાતાઓ માટે કર બચાવવાનું સાધન પણ છે. આ તમારી કરપાત્ર આવકને ઘણી હદ સુધી ઘટાડી શકે છે, જેનાથી તમને વધુ સારું ટેક્સ રિટર્ન મળે છે.