January 18, 2025

T20I ક્રિકેટના ઈતિહાસમાં વેસ્ટ ઈન્ડિઝે કરી બતાવ્યું આ મોટું કામ…

West Indies Cricket Team: આ વર્ષે અમેરિકા અને વેસ્ટ ઈન્ડિઝમાં T20 વર્લ્ડ કપ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. જોકે હવે લીગ સ્ટેજ પૂરો થઈ ગયો છે. સુપર 8 અને તે બાદની તમામ મેચ હવે વેસ્ટ ઈન્ડિઝમાં રમાશે. તમને જણાવી દઈએ કે T20 વર્લ્ડ કપ લગભગ 14 વર્ષ પછી વેસ્ટ ઈન્ડિઝમાં રમાવાનો છે. આ દરમિયાન એવો ચમત્કાર થયો કે વેસ્ટ ઈન્ડિઝની ટીમ આ પહેલા કયારે પણ કરી શકી ના હતી.

સતત આઠ મેચ જીતી
વેસ્ટ ઈન્ડિઝની ક્રિકેટ ટીમે T20 ઈન્ટરનેશનલના ઈતિહાસમાં અલગ અનોખું પ્રદર્શન કર્યું છે. ટીમ એક પણ મેચમાં હાર્યા વગર બેક ટુ બેક જીતી છે. સતત 8 મેચમાં વિજય થયો છે. આ પહેલાના રેકોર્ડની વાત કરવામાં આવે તો વેસ્ટ ઈન્ડિઝની ટીમ માત્ર સતત સાત મેચમાં સફળ રહી છે. વર્ષ 2017ની વાત કરવામાં આવે તો ટીમે સતત 5 T20 આંતરરાષ્ટ્રીય મેચ જીત મેળવી હતી.

આ પણ વાંચો: આ ખેલાડીએ T20I ક્રિકેટમાં ફટકારી સૌથી ઝડપી સદી

સતત મેચ જીતી
આ વખતની સિઝનમાં વેસ્ટ ઈન્ડિઝના પ્રદર્શનને લઈને ખુબ ચર્ચાઓ થઈ રહી છે. તેના પ્રદર્શનને ધ્યાનમાં રાખીને તે ટાઈટલ જીતવા માટે દાવેદાર માનવામાં આવે છે. ટીમની સાથે ટીમના કેપ્ટની પણ એટલી ચર્ચાઓ થઈ રહી છે. વેસ્ટ ઈન્ડિઝ માટે સૌથી વધુ મેચ જીતનારો બીજો કેપ્ટન બની ગયો છે. પોતાની ટીમને 28 મેચમાં જીત મેળવ્યો હતો.