December 20, 2024

YouTubeમાં હવે ગૂગલ જેવું ફિચર, જાણો નવું અપડેટ

YouTube Feature: આજના સમયમાં YouTube તમામ લોકોના ફોનમાં ચોક્કસ હશે. YouTube તેના યુઝર માટે સતત અપડેટ લાવી રહ્યું છે. ત્યારે ગૂગલ લેન્સ બટન નામનું એક નવું ફિચર આવી ગયું છે. જેમાં તમે યુટ્યુબ પર ગૂગલ લેન્સ જેવા વિઝ્યુઅલ લુકઅપ ટૂલનો ઉપયોગ કરી શકો છો. જેનો ફાયદો એ થશે કે વિઝ્યુઅલની માહિતી ડીટેઇલમાં મળી શકશે.

આ નવું ફિચર કેવી રીતે કરશે કામ
ગૂગલ લેન્સ બટનએ વિઝ્યુઅલ લુકઅપ ટૂલ છે. જેનો ફાયદો એ થશે કે તમે કોઈ પણ વીડિયો નિહાળી રહ્યા હોવ તો તમે તેમાં ઈપણ ઑબ્જેક્ટ અથવા સ્થળ વિષે જાણકારી મેળવવા માટે માત્ર ગૂગલ લેન્સ બટન પર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમે ગૂગલ લેન્સ બટન પર ક્લિક કરીને જાણકારી મેળવી શકશો. ગૂગલ લેન્સ તે ઑબ્જેક્ટ વિષે તરત જ તમામ માહિતી આપી દેશે.

આ પણ વાંચો: હવે Linkedinમાં આવી ગયું AI ફીચર, આ મોટી સુવિધા મળશે

કેવી રીતે કામ કરે છે ગૂગલ લેન્સ
ગૂગલ લેન્સ પર કોઈપણ ઑબ્જેક્ટનો ફોટો અપલોડ કરવામાં આવે તો જે તે ફોટોની તે માહિતી આપી દે છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ ટૂલની મદદથી રિયલ ટાઈમમાં 100 થી વધુ ભાષાઓનું ભાષાંતર પણ કરી શકાય છે. આ ટૂલ પણ હાલ કામ ચાલી રહ્યું છે. થોડા જ સમયમાં આ ફિચર યુઝર લાભ લઈ શકશે.