December 21, 2024

Anand Mahindra બુજ્જી કાર ચલાવતા મળ્યા જોવા, જુઓ વીડિયો

Bujji Car: આજના સમયમાં ફિલ્મોમાં અલગ અલગ પ્રકારની કારનો ઉપયોગ કરવામાં આવે છે. જેના કારણે કાર ચાહકોનું ધ્યાન ચોક્ક્સ ખેચાઈ છે. ઘણી કાર તો એવી હોય છે કે તેને ફિલ્મ બહાર કલ્પના કરવી પણ શક્ય નથી. ત્યારે પ્રભાસ સ્ટારર મોસ્ટ અવેઈટેડ ફિલ્મ કલ્કી 2898 એડીની રિલીઝ પહેલા બિઝનેસમેન આનંદ મહિન્દ્રાએ પ્રભાસની બુજ્જી પર સવારી કરતા જોવા મળ્યા હતા.

સવારી કરતા જોવા મળ્યા
પ્રભાસ સ્ટારર મોસ્ટ અવેટેડ ફિલ્મ કલ્કી 2898 એડી રિલીઝ હવે માત્ર 15 દિવસમાં થવાની છે. જેનું 2898 એડીનું ટ્રેલર રિલીઝ પણ થઈ ગયું છે. હજૂ 15 દિવસની વાર છે તો ચાહકો આ ફિલ્મની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મમાં લોકો એક્શન જોવા માટે રાહ જોઈ રહ્યા છે. જોકે તમામ કાર ચાહકો પ્રભાસની આ બુજ્જીની સવારી કરવા માંગે છે. મહત્વની વાત એ છે કે બુજ્જી પ્રભાસના દરેક ચાહકોનું ધ્યાન ખેંચી રહી છે, નોર્મલ લોકો તો થીક પરંતુ જાણીતી હસ્તીઓ પણ આ બુજ્જીની સવારી કરવા માંગે છે. ત્યારે હવે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના માલિક આનંદ મહિન્દ્રાએ પ્રભાસની બુજ્જી પર સવારી કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: કાર કરતા ટુ વ્હીલર લોકોની પહેલી પસંદ, 3 લાખથી વધુ વાહનો વેચાયા

 

View this post on Instagram

 

A post shared by Vyjayanthi Movies (@vyjayanthimovies)

બુજ્જી કોણ છે
બુજ્જી ફિલ્મમાં પ્રભાસના પાત્ર ભૈરવના વિશ્વાસુ અને શ્રેષ્ઠ મિત્ર તરીકે મહત્વની ભૂમિકા ભજવતા જોવા મળશે. આ ફિલ્મ 15 દિવસ 27 જૂનના દિવસે રિલીઝ થવાની છે. તમને જાણીને નવાઈ લાગશે પરંતુ આ કારનું વજન 6 ટન હોવાનું કહેવામાં આવી રહ્યું છે. જેમાં આગળના ભાગમાં કસ્ટમ-મેડ 34.4-ઇંચ હબલેસ રિમ્સ છે. પાછળના ભાગ પર સિંગલ વ્હીલ લગાવવામાં આવ્યું છે. જે આ બુજ્જીને કોઈપણ દિશામાં મુક્તપણે ખસેડવાનું સરળ બનાવે છે. આનંદ મહિન્દ્રાએ X પર જઈને પોસ્ટ કર્યું હતું. તમને જણાવી દઈએ કે ઇલેક્ટ્રિક પ્રોપલ્શન સિસ્ટમમાં 47 kWh બેટરી આપવામાં આવી છે. ઇલેક્ટ્રિક મોટર્સ સાથે મળીને 126 bhp ની પીક પાવર અને 9,800 Nm નો મહત્તમ ટોર્ક જનરેટ કરવામાં મદદ કરે છે. વાહન 45 કિમી પ્રતિ કલાકની ટોચની ઝડપે પહોંચી શકે છે. તેમજ આ વાહનમાં બેટરી સ્વેપિંગ ટેક્નોલોજી આપવામાં આવી છે