‘ઓશિકાથી મોં દબાયું, પછી શરીરના કર્યા ટૂકડા…’, બાંગ્લાદેશી સાંસદના મર્ડરમાં આવ્યો નવો વળાંક
Bangladeshi MP: બાંગ્લાદેશી સાંસદ અનવર-ઉલ-અઝીમ અનારના મર્ડર મિસ્ટ્રીમાં નવો વળાંક આવ્યો છે. કેસની તપાસ કરી રહેલી પશ્ચિમ બંગાળ સીઆઈડીનું કહેવું છે કે અઝીમ અનારનું મોત ઓશીકા વડે મોં દબાવવાના કારણે થયું હતું. અધિકારીએ બુધવારે કહ્યું કે બાંગ્લાદેશી સાંસદ અનવર-ઉલ-અઝીમ અનારનો ચહેરો કોલકાતાના ન્યૂ ટાઉનમાં એક ફ્લેટમાં પ્રવેશતાની સાથે જ ઓશીકા વડે મોં દબાવી દેવામાં આવ્યું હતું જેના કારણે તેમનું મૃત્યુ થયું.
અધિકારીએ જણાવ્યું કે ધરપકડ કરાયેલા આરોપી મોહમ્મદ સિયામ હુસૈને પૂછપરછ દરમિયાન સ્વીકાર્યું કે બાંગ્લાદેશી રાજકીય નેતાનું ગળું દબાવવામાં એક મહિલાએ અન્ય લોકોને પણ મદદ કરી હતી. સિયામની નેપાળમાંથી ધરપકડ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે મહિલા અખ્તર-ઉઝ-ઝમાનની ગર્લફ્રેન્ડ છે. ઝમાન અમેરિકન નાગરિક છે અને આ કેસમાં મુખ્ય આરોપી છે.
અધિકારીએ પીટીઆઈને કહ્યું, ‘સાંસદની હત્યા કર્યા પછી, તેમના શરીરને નાના ટુકડા કરી દેવામાં આવ્યા હતા, પ્લાસ્ટિકની થેલીઓમાં મૂકી દેવામાં આવ્યા હતા અને પછી ન્યૂ ટાઉન, બાગજોલા કેનાલ અને વિવિધ સ્થળોએ ફેંકી દેવામાં આવ્યા હતા.
આ પણ જુઓ: સુપર 8માં ભારતનો સામનો ઓસ્ટ્રેલિયા સામે, ICCએ કરી જાહેરાત
તેણે એવો પણ દાવો કર્યો હતો કે શરીરના કેટલાક ભાગોને ટ્રોલી સૂટકેસમાં રાખવામાં આવ્યા હતા અને બાંગ્લાદેશની સરહદે આવેલા બાનગાંવમાં ફેંકી દેવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે, પોલીસે શરીરના અંગોની શોધમાં તેમની કામગીરી ચાલુ રાખી છે. રાજ્ય CID, સિયામની પૂછપરછ કર્યા પછી રવિવારે દક્ષિણ 24 પરગણા જિલ્લામાં એક નહેરમાંથી માનવ હાડકાંના ભાગો મળ્યા. સિયામની નેપાળ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને તેને ભારત પ્રત્યાર્પણ કરવામાં આવ્યો હતો.
બાંગ્લાદેશી સાંસદ કથિત રીતે 12 મેના રોજ સારવાર માટે કોલકાતા પહોંચ્યા હતા અને બારાનગરના રહેવાસી અને અનારના પરિચિત ગોપાલ બિસ્વાસે 18 મેના રોજ તેમના ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ તેમની શોધખોળ શરૂ કરવામાં આવી હતી.