December 23, 2024

ઈમરાન સામે ‘પાકિસ્તાન’? નેતાઓની શરૂ થઈ પડ્તી

ઈસ્લામાબાદઃ “બરબાદી કે દિન શરૂ”… ઈમરાન ખાનની સાથે તેમની સાથે જોડાયેલા લોકોની પડ્તી આવી હોય તેવું જોવા મળી રહ્યું છે. પણ અહિંયા એ કહેવું પણ જરૂરી છે કે જેવા કાર્ય કરો છો એક સમયે તેને ભોગવાનો વારો ચોક્કસ આવે છે. ત્યારે પાકિસ્તાનમાં થોડા દિવસોમાં સામાન્ય ચૂંટણી આવી રહી છે. તેના કારણે પાકિસ્તાનના રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ સામાન્ય ચૂંટણી પહેલા રાજકીય હત્યાઓમાં વધારો થઈ રહ્યો છે. તેની સાથે પાકિસ્તાન પ્રશાસન સંપૂર્ણપણે ઈમરાન ખાન અને તેમની પાર્ટી વિરુદ્ધ હોય તેવું જોવા મળી રહ્યું છે.

ઈમરાન ખાનની પાર્ટીના ઉમેદવારની હત્યા
પાકિસ્તાનમાં યોજાનારી ચૂંટણીમાં પાકિસ્તાન પ્રશાસન ઈમરાન ખાનની પાર્ટી તહરીક-એ-ઈન્સાફ સામે એકતરફી ઉભું હોય તેવું લાગી રહ્યું છે. તેનું કારણ એ છે કે ઈમરાન ખાનની પાર્ટીના નેતા શાહ ખાલિદની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી છે. આ શાહ ખાલિદ છોટા લાહોરનો રહેવાસી છે. મોટરસાઇકલ ઉપર હુમલાખોરો આવ્યા અને શાહ ખાલિદની હત્યા કરી દીધી હતી. પરંતુ આ હત્યાની ખાસ વાત એ છે કે પોલીસે આ એફઆઈઆરમાં કહ્યું કે આ હત્યા અંગત અદાવતના કારણે થઈ છે. તો બીજી બાજૂ એ સવાલ પણ છે કે જો કોઈ અંગત અદાવતમાં હત્યા થઈ તો દુશ્મન કોણ અને હુમલાખોરો કોણ હતા? જે માટે પોલીસ સંપૂર્ણ મૌન છે.

આ પણ વાચો: પાકિસ્તાનને ના મળ્યો કોઈ મુદો, કરી દીધી સ્મૃતિ ઈરાનીની સાડી ઉપર આ વાત

અજાણ્યા હુમલાખોરો નાસી છૂટ્યા
બીજો પણ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં હુમલાખોરોએ કારી મહાર ઉલ્લાબને નિશાન બનાવ્યા હતા. જેમાં અજ્ઞાત હુમલાખોરોએ ક્વેટા બલૂચિસ્તાનમાં આગામી સામાન્ય ચૂંટણીમાં PB 45 મતવિસ્તાર માટે ચૂંટણી લડી રહેલા ઉમેદવાર પર ગોળીબાર કર્યો હતો. પરંતુ કારી મહાર આ હુમલામાં ભાગી છૂટ્યો હતો. પરંતુ જો ફાયરિંગ નિશાન પર લાગ્યું હોત તો કારી મહારના જીવને પણ ખતરો જ રહેત.

પૂર્વ સાંસદને માર
આવો જ ત્રીજો કેસ સામે આવ્યો છે. જેમાં ઈમરાન ખાનની પાર્ટીના પૂર્વ સાંસદ ફઝલ મોહમ્મદ ખાનને પેશાવર હાઈકોર્ટમાં અન્ય રાજકીય પક્ષના કાર્યકરોએ અધિકારીને માર માર્યો હતો. જેમાં કારણ કંઇક એવું હતું કે ફસલ મોહમ્મદ ખાને નેશનલ પાર્ટીના આવનારા પ્રાંતીય અધ્યક્ષવિરુદ્ધ હાઈકોર્ટમાં અરજી કરવામાં આવી હતી. જેના આધારે હાઈકોર્ટે અવામી નેશનલ પાર્ટીના નેતાને સમન્સ પાઠવામાં આવ્યા હતા. એમાં એવું બન્યું કે તમામ નેતાઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ગુસ્સાના કારણે નેશનલ પાર્ટીના કાર્યકર્તાઓએ કોર્ટ પરિસરમાં જ ઈમરાન ખાનની પાર્ટીના સાંસદને માર માર્યો હતો. તેના સાક્ષી ખુદ પાકિસ્તાન પોલીસ છે. પોલીસ સામે હોવા છતા કોઈ પણ હુમલાખોરોને પોલીસે રોક્યા ના હતા. જેના કારણે ખુદ જજને વચ્ચે કહેવું પડ્યું હતું કે જ્યાં સુધી શાંતિ નહીં થાય ત્યાં સુધી તેઓ કેસની સુનાવણી નહીં કરે. આ વાત પરથી એક વાત પાક્કી છે કે પાકિસ્તાન પ્રશાસન સીધું એક તરફ ઈમરાન ખાનની પાર્ટી સામે ઊભું છે.

આ પણ વાચો: અફઘાનિસ્તાનની જનતા નથી સેફ, ફરી થયો મોટો ઘડાકો